'હેલમેટનો કાયદો મંજૂર નથી, કોર્ટમાં કેસ કરો' રાજકોટમાં ફરજિયાત હેલમેટના નિયમ સામે વિરોધ | મુંબઈ સમાચાર
રાજકોટ

‘હેલમેટનો કાયદો મંજૂર નથી, કોર્ટમાં કેસ કરો’ રાજકોટમાં ફરજિયાત હેલમેટના નિયમ સામે વિરોધ

રાજકોટ: શહેરમાં ફરજિયાત હેલમેટના કાયદાની સામે વિરોધનો સૂર ઉઠ્યો હતો અને ‘હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ’ દ્વારા હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણયનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સમિતિના સભ્યોએ આ નિર્ણયને તઘલખી ગણાવ્યો હતો અને આવા નિર્ણય લોકોને હેરાન કરવા અને દંડ ઉઘરાવવા માટે લાદવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. સરકાર સમક્ષ આ નિર્ણય પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી.

મળતી વિગતો અનુસાર, આગામી ૮ તારીખથી રાજકોટના શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાતની અમલવારીનો વિરોધ નોંધવામાં આવ્યો હતો. ફરજિયાત હેલ્મેટના કાયદાની સામે રાજકોટના યુવા એડવોકેટની ટીમ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સમિતિના હર્શિલ શાહે જણાવ્યું હતું કે ભારત દેશમાં કોને શું પહેરવું અને શું ન પહેરવું તે નક્કી કરવાનો અધિકાર નાગરિકોનો છે, સરકારે આ વિષય નાગરિકોની ઈચ્છા પર છોડવો જોઈએ. ફરજિયાત હેલમેટનો કાયદો કંપનીઓને ફાયદો કરાવવા માટે લાવવવામાં આવ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

વધુમાં તેમણે કહ્યું હતું કે વાહન ચલાવવા માટે સારા રસ્તાનો જ અભાવ છે. સરકારની મૂળભૂત ફરજ છે નાગરિકો માટે સુચારુ ટ્રાફિક વ્યવસ્થા કરવાની છે, પરંતુ તેને બદલે સરકારનું ધ્યાન દંડ ઉઘરવવવામાં જ છે. તેમણે જણાવ્યું હતું કે લોકોને દંડ દેવા અને તેને હેરાન કરવાની નીતિ સામે અમારો વિરોધ છે, આ વિરોધ કાયદાના ફરજિયાતપણા માટે છે. તેમણે ચૂંટાયેલા નેતાઓ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે પ્રજાના મતથી ચૂંટાયેલા લોકો પ્રજાના અવાજ અને જરૂરિયાત ને સમજતા નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું એ રાજકોટની પ્રજા નથી ઇચ્છતી કે હેલમેટ ફરજિયાત અમલ થાય.

આપણ વાંચો:  ગણેશ વિસર્જન પર ઘર બહાર નીકળતા અમદાવાદીઓ પહેલા વાંચી લો આ સમાચાર, નહીંતર….

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button