જાન્યુઆરીમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટ માટે 200 જેટલા મનપા અધિકારી કામે લાગ્યા…

રાજકોટઃ દેશ-વિદેશના રોકાણને આકર્ષવા માટે રાજ્યમાં દર બે વર્ષે યોજાતી ગુજરાત વાઈબ્રન્ટ સમિટની આવૃત્તિ આ વર્ષે રાજકોટમાં યોજાવાની છે ત્યારે રાજકોટના તમામ તંત્રનું ધ્યાન હવે સિમટ પર કેન્દ્રીત રહેશે. મળતી માહિતી અનુસાર મનપાના 200 કરતા વધારે અધિકારીઓ અને કર્મચારીઓને અલગ અલગ જવાબદારી આપવામાં આવી છે અને લગભગ 18 જેટલી અલગ અલગ કમિટી બનાવવામાં આવી છે.
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ગ્લોબલ સમિટ તરીકે યોજાશે, ત્યારે વડા પ્રધાન સહિત દેશભરના મહાનુભાવો અહીં આવશે. આ સાથે વિદેશી કંપનીઓના પ્રતિનિધિઓ અને દેશના ઉદ્યોગપતિઓ પણ રાજકોટના મહેમાન બનશે. વ્યવસ્થા સાથે શહેરનું બ્યુટીફિકેશન, સફાઈ, સુરક્ષા તમામ પર ધ્યાન આપવામાં આવશે અને લોકો રંગીલુ રાજકોટ માણે તેવી કોશિશ કરવામાં આવી રહી છે.
દબાણ હટાવવા માટે અલગ કમિટી બનાવવામાં આવી છે. પર્યટન સ્થળો માટે અલગ કમિટી છે. વિવિધ કમિટીઓના અધ્યક્ષ નિમવામાં આવ્યા છે.વિકસિત ભારત 2047ના દ્રષ્ટિકોણ સાથે સંલગ્ન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આગામી 10 થી 12મી જાન્યુઆરી દરમ્યાન મારવાડી યુનિવર્સિટી, મોરબી રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…રાજકોટમાં યોજાશે સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ, સ્થળ નિર્ધારણ માટે ઈન્સપેક્શન શરૂ



