રાજકોટ

રેલવેના બ્લોકને કારણે ગુજરાતમાં ત્રણ દિવસ માટે આ ટ્રેનોને થશે અસર, જાણી લો યાદી

રાજકોટઃ મુંબઈની લોકલ ટ્રેનમાં રોજ દોડતા મુસાફરોને એક દિવસનો રેલવે બ્લોક ભારે પડતો હોય છે. રિપેરિંગ કે અન્ય કોઈ કામ માટે રેલવે બ્લોક રાખે ત્યારે રોજ પસાર થતી ટ્રેનના ટાઈમટેબર અને રૂટ પર અસર પડે છે.

આવી જ રીતે ગુજરાતમાં પણ રેલવે દ્વારા સતત કામકાજ ચાલતા રહેતા હોવાથી એક શહેરથી બીજા શહેર જતા લોકોએ રેલવેના બ્લોકની જાણકારી રાખવી પડતી હોય છે.

આપણ વાચો: અમદાવાદ રેલવે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ: કાલુપુર સ્ટેશન પર મેગા બ્લોક, 5 જુલાઈથી આ ટ્રેન માટે બદલાશે સ્ટેશન…

રેલવેએ આપેલી માહિતી અનુસાર રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-ચમારજ સેક્શનમાં નવો રોડ ઓવર બ્રિજ (ROB-48) બનાવવા માટે બ્લૉક જાહેર કરવામાં આવ્યો છે. આ બ્લૉકને કારણે ૨૯ નવેમ્બરથી ૦૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીના રેલવે વ્યવહારને અસર થશે, તેમ રેલવે અધિકારીએ જણાવ્યું હતું.

આ ત્રણ દિવસ દરમિયાન કઈ કઈ ટ્રેનને અસર થશે, તેની યાદી આ પ્રમાણે છે.

આપણ વાચો: પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનનો બ્લોક રદ, આટલી ટ્રેનનું ટાઇમ ટેબલ રહેશે યથાવત

તારીખ ૨૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ પ્રભાવિત થનારી ટ્રેનો:

  • ટ્રેન નં ૧૧૪૬૬ જબલપુર-વેરાવળ એક્સપ્રેસ માર્ગમાં ૦૨.૦૦ કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નં ૧૬૩૩૭ ઓખા-એર્ણાકુલમ એક્સપ્રેસ માર્ગમાં ૩૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નં ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ માર્ગમાં ૩૦ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. તારીખ ૩૦ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ પ્રભાવિત થનારી ટ્રેનો:
  • ટ્રેન નં ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ વેરાવળથી તેના નિર્ધારિત સમય ૦૭:૩૦ વાગ્યાને બદલે ૨ કલાક વિલંબથી એટલે કે ૦૯:૩૦ વાગ્યે ઉપડશે.
  • ટ્રેન નં ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી તેના નિર્ધારિત સમય ૧૦:૨૫ વાગ્યાને બદલે ૨ કલાક વિલંબથી એટલે કે ૧૨:૨૫ વાગ્યે ઉપડશે. તારીખ ૦૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પ્રભાવિત થનારી ટ્રેનો:
  • ટ્રેન નં ૧૧૪૬૪ જબલપુર-વેરાવળ એક્સપ્રેસ માર્ગમાં ૦૩.૦૦ કલાક રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નં ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી તેના નિર્ધારિત સમય ૧૦:૨૫ વાગ્યાને બદલે ૧ કલાક વિલંબથી એટલે કે ૧૧:૨૫ વાગ્યે ઉપડશે.
  • ટ્રેન નં ૧૬૩૩૭ ઓખા-એર્ણાકુલમ એક્સપ્રેસ માર્ગમાં ૫૫ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નં ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ માર્ગમાં ૪૫ મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button