Top Newsરાજકોટ

SIR કામગીરીમાં શિક્ષકોને જોડવાના વિરોધમાં ઉતર્યું NSUI; પોલીસે કરી અટકાયત…

રાજકોટ: ગુજરાતમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) એટલે કે વિશેષ સઘન મતદારયાદી સુધારણાની કામગીરીમાં શિક્ષકોને ફરજિયાત જોડવામાં આવતા શિક્ષણ પર પડી રહેલી નકારાત્મક અસરને લઈને ગુજરાત NSUI દ્વારા રાજકોટમાં મુખ્ય પ્રધાનના કાર્યક્રમમાં સમયે જ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

NSUIના પ્રમુખ સહિતના અનેક કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ રસ્તા પર સૂઈ જઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો, જેમાં તેમની મુખ્ય માંગણી એ હતી કે શિક્ષકોને BLO (બૂથ લેવલ ઓફિસર)ની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે.

આ વિરોધ પાછળનું મુખ્ય કારણ એ છે કે રાજ્યમાં હાલમાં 90% જેટલા શિક્ષકોને BLO તરીકે SIRની કામગીરી સોંપવામાં આવી છે. આના કારણે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શિક્ષણને ભારે અસર થઈ રહી છે.

એક તરફ રાજ્યના શિક્ષણ ક્ષેત્રની હાલત પહેલેથી જ કફોડી છે, તેમાં શિક્ષકોને ફરજિયાત અન્ય કામગીરીમાં જોડી દેવાથી શિક્ષણનું સ્તર વધુ નીચું જઈ રહ્યું છે. NSUIએ શિક્ષકોના અવાજને બુલંદ બનાવવા માટે આ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જોકે, NSUIના કાર્યકરો મુખ્ય પ્રધાન સમક્ષ આ મામલે રજૂઆત કરે તે પહેલા જ પોલીસે સક્રિય બની હતી. વિરોધ કરી રહેલા તમામ NSUI કાર્યકરોની પોલીસે તાત્કાલિક ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી. આમ, શિક્ષકોને SIRની કામગીરીમાંથી મુક્ત કરવાની NSUIની માંગણી અને મુખ્ય પ્રધાનને રજૂઆત કરવાનો પ્રયાસ પોલીસ કાર્યવાહીને કારણે નિષ્ફળ રહ્યો હતો.

આ પણ વાંચો…વડોદરામાં ચૂંટણી પંચની SIR કામગીરીમાં BLO સહાયકનું મૃત્યુ! ૪ દિવસમાં ૩ શિક્ષકોએ ગુમાવ્યા જીવ…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button