ટોપ ન્યૂઝરાજકોટ

ધોરાજીમાં આપના ઉમેદવારના પિતા મતદાન મથકમાં ઢળી પડ્યાં, મતદાન વચ્ચે શોકનો માહોલ…

રાજકોટઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન ધોરાજી નગરપાલિકાના આપનાં ઉમેદવારનાં પિતાનું મતદાન કરે તે પહેલાં જ મતદાન મથકે હાર્ટ એટેક આવતાં મોત થયું હતું. વોર્ડ નંબર 8ના આપ ઉમેદવાર અજયભાઈ કંડોલિયાના 57 વર્ષીય પિતા હરસુખભાઈ કંડોલિયા ટેકનિકલ હાઈસ્કૂલના મતદાન મથકે મતદાન કરવા ગયા હતા. પરંતુ મતદાન કરે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. તેમના નિધનના પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો.

Also read : Gujaratમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અનોખો ઉત્સાહ, વરરાજા અને પીઠી ચોળેલી કન્યાએ મતદાન કર્યું

ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 9 વોર્ડમાંથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહીત અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. હવે 9 વોર્ડની 36 બેઠકો પર 110 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. ઉલ્લેખનીય છે કે ધોરાજી નગરપાલિકામાં હાલમાં કોંગ્રેસનું શાસન છે અને ફરી વખત નગરપાલિકા કબ્જે કરવા કોંગ્રેસ મથામણ કરી રહી છે તો ભાજપ કોંગ્રેસ પાસેથી નગરપાલિકા આંચકી લેવા મથામણ કરી રહી છે પરંતુ જૂથવાદ સહિતના પ્રશ્નો ભાજપ માટે ચિંતારૂપ સાબિત થઇ રહ્યા છે.

Also read : તળાજા નપાની ચૂંટણીમાં બબાલ, ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના માતાએ 101 વર્ષની વયે મતદાન કર્યું…

રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની 6 નગર પાલિકા અને 5 તાલુકા પંચાયતની બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા એમ થઈને કુલ પાંચ નગરપાલિકા તથા ગોંડલ, ઉપલેટા, જેતપુર અને જસદણ થઈને કુલ 6 તાલુકા પંચાયતની બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું. આ ચૂંટણીમાં મહિલાઓ, વડીલો તેમજ યુવા મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button