
રાજકોટઃ સાયબર ક્રાઈમ સામે ગુજરાત સરકારે જંગ છેડી છે ત્યારે રોજ મ્યુલ અકાઉન્ટ હોલ્ડર સામે પગલા લેવામાં આવી રહ્યા છે. રાજકોટ આસપાસના વિસ્તારો દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર વગેરેમાં પણ હજાર કરતા વધારે આવા અકાઉન્ટ મળી આવ્યા છે, જેમાં રૂ. 19 કરોડ જેટલી મોટી રકમ ઠાલવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
સાયબર પોલીસે 51 આરોપીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.અધિકારીઓના જણાવ્યા અનુસાર 1077 મ્યુલ અકાઉન્ટમાં રૂ. 19.25 કરોડ જમા થયા હતા. લોકો પોતાના અકાઉન્ટ નાની રકમ માટે ભાડે આપી દેતા હોવાનું જાણવા મળ્યું હતું.
આ પ્રકારના અકાઉન્ટ ગુજરાતભરમાંથી મળી આવ્યા છે. સૌરાષ્ટ્રના જેતપુર, જૂનાગઢ સહિતના શહેરોમાંથી પણ સાયબર પોલીસે આવા અકાઉન્ટ હોલ્ડર શોધી કાઢ્યા હતા. પોલીસ વારંવાર લોકોને અપીલ કરી રહી છે કે આ રીતે અકાઉન્ટ ભાડે આપવા નહીં અને સાયબર ફ્રોડમાં આડકતરી ભૂમિકા ભજવો નહીં.
આ પણ વાંચો…મ્યુલ એકાઉન્ટમાં કરોડોના ટ્રાન્ઝેક્શન કરનારા 8 જણ જૂનાગઢથી ઝડપાયા…



