રાજકોટ

રાજકોટ મનપાના પૂર્વ TPO મનસુખ સાગઠિયાની 23.15 કરોડની મિલકતો ટાંચમાં લેવા સરકારે આપી મંજૂરી

રાજકોટઃ રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડનો (rajkot game zone fire tragedy) મુખ્ય આરોપી અને મહાનગર પાલિકાનો પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર (tpo) મનસુખ સાગઠિયા (mansukh sagathiya) સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

એસીબીની તપાસ દરમિયાન સાગઠીયાએ હોદ્દાનો દુરૂપયોગ કરી ગેરકાયદેસર રીતે ધનવાન થવા માટે વિવિધ ગેરકાયદેસર રીત રસમો અપનાવી નાણાં મેળવી આશ્રિતોના નામે સ્થાવર અને જંગમ મિલ્કતોમા રોકાણ કરી પોતાની ફરજ દરમ્યાન કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલ કુલ આવક રૂ.૩,૮૬,૮૫,૬૪૭/-ની સામે પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ ૨૮,૧૭,૯૩,૯૮૧/-નું સ્થાવર અને જંગમ મિલ્કતોમાં રોકાણ ખર્ચ કરી પોતાના કાયદેસરના આવકના સ્ત્રોત કરતા કૂલ ૨૪,૩૧,૦૮,૩૩૪ રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

Also read: TRP Gamezone Fire: રાજકોટ ગેમઝોનમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ

જેથી ૨૩,૧૫,૪૮,૨૫૬/- ની મિલકત ટાંચમાં લેવા માટે રાજય સરકારનાં ગૃહ વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્ત અન્વયે રાજય ગૃહ વિભાગ તરફથી મંજુરી આપવામાં આવતા હવે આરોપી મનસુખ સાગઠિયાની મિલકતો તાત્કાલિક ટાંચમાં લેવા કાર્યવાહી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button