રાજકોટ

Rajkot માં “મા તે મા બીજા બધા વગડાના વા ” કહેવાતને ચરિતાર્થ કરતી તસવીર વાયરલ

રાજકોટ : એક ગુજરાતી કહેવત છે ” મા તે માં બીજા બધા વગડાના વા ” એટલે કે માનો પ્રેમ સૌથી અમુલ્ય હોય છે. જેની તુલના કોઈની સાથે પણ ન થઈ શકે. ગમે તેવી સ્થિતિમાં પણ માતા તેના બાળકની સંભાળ રાખે છે.આ કહેવતને ચરિતાર્થ કરતી એક તસવીર રાજકોટમાં(Rajkot)જોવા મળી છે. જેમાં ચાલુ વરસાદે એક મહિલા પોતાની પ્રોફેશનલ જવાબદારીઓ સાથે માતાની ભૂમિકા પણ નિભાવી રહી હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસવીરમાં દેખાતી મહિલાની લોકો પ્રશંસા કરી રહ્યા છે. આ ઘટનાને એક સમાચાર એજન્સીએ પ્રકાશિત કર્યા છે. જેમાં ફૂડ ડિલિવરી કરતી મહિલા બતાવવામાં આવી છે. જે હીરો હોન્ડા પર ફૂડ ડિલિવર કરવા માટે નીકળી છે. આ મહિલાનું નામ રચના છે.

રેઈનકોટમાંથી ડોકિયું કરતા બાળકે ધ્યાન ખેંચ્યું

રાજકોટમાં વરસાદની વચ્ચે રચના ડિલિવરી કરવા જઈ રહી છે. તેણે વરસાદથી પોતાને બચાવવા માટે રેઈનકોટ પહેર્યો છે. પરંતુ આ તસવીરમાં જે વાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે તે છે બાઇકની આગળ બેઠેલું રચનાનું નાનું બાળક, જે રેઈનકોટની વચ્ચેથી બહાર ડોકિયું કરી રહ્યું છે. તે બાળકની ઉંમર બે વર્ષની આસપાસ હશે. જેને તેણે બાઇકની આગળ રેઈનકોટની અંદર ઢાંકી દીધું છે.

આ મહિલા વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ દરેક વ્યક્તિ તેની વ્યાવસાયિક જવાબદારીઓ અને માતા તરીકેની ભૂમિકાને જે રીતે સંતુલિત કરી રહી છે તેના વખાણ કરી રહ્યાં છે. એક જાણીતી ફૂડ ડિલિવરી કંપનીએ થોડા વર્ષો પૂર્વે પોતાની ડિલિવરી ફ્લીટમાં મહિલાઓને પણ સામેલ કરી હતી. આજે, બેંગલુરુ, દિલ્હી, પુણે અને અમદાવાદ જેવા શહેરોમાં મહિલાઓ ડિલિવરી પાર્ટનર તરીકે કામ કરીને તેમની આજીવિકા કમાઈ રહી છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…