રક્ષાબંધનના દિવસે રાજકોટમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ, બિલ્ડર અને સમાજના આગેવાનોએ પોલીસ ફરિયાદ ન કરવા દબાણ કર્યું | મુંબઈ સમાચાર

રક્ષાબંધનના દિવસે રાજકોટમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ, બિલ્ડર અને સમાજના આગેવાનોએ પોલીસ ફરિયાદ ન કરવા દબાણ કર્યું

રાજકોટ: શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પરના એક એપાર્ટમેન્ટમાં રહેતા એક નેપાળી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના કિસ્સાથી ખળભળાટ મચી ગયો હતો. ત્યારે બાળકીના પિતા દ્વારા આ મામલે યુનીવર્સીટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 65 (2), 137(2), 251(A), 351(2) તેમજ પોકસો એક્ટની કલમ અંતર્ગત આરોપી સગીર અને તેના શેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

મળતી વિગતો અનુસાર, મૂળ નેપાળના અને હાલ રાજકોટમાં રહેતા 29 વર્ષીય વ્યક્તિ દ્વારા યુનીવર્સીટી પોલીસ સ્ટેશનમાં ૧૭ વર્ષીય યુવક વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. તેમણે ફરીયાદમાં જણાવ્યું હતું કે રક્ષાબંધનના દિવસે જયારે તેઓ કુટુંબી બહેનને ત્યાં રાખડી બંધાવવા માટે ગયા હતા, તે દરમિયાન તેમની પત્નીનો ફોન આવ્યો હતો કે આપણી દીકરી મળતી નથી. જો કે આ દરમિયાન ૧૭ વર્ષીય યુવક તેની દીકરીને લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે હું તમારી દીકરીને મારા શેઠના ઘરે જમવા લઇ ગયો હતો. જો કે તેમની દીકરી ખુબ ગભરાયેલી હતી અને રડી રહી હતી. આથી પરિવારના લોકોએ દીકરીને પૂછતા તેણે આપવીતી જણાવી હતી.

આ દરમિયાન બાળકીએ જણાવ્યું હ તું કે આરોપી યુવક તેને એક રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં આરોપીએ બાળકીના કપડાં ઉતારીને શરીરે હાથ ફેરવ્યો હતો. તેમજ ત્યારબાદ મારી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જો કે બાળકીએ ચીસો પાડવા લાગતા યુવકે બાળકીને કપડાં પહેરાવી દીધા હતા તેને ત્યારબાદ આપણા ઘરે લઇ આવ્યો હતો. જો કે આ બાબતની જાણ સોસાયટીમાં કરવામાં આવતા સંચાલકોએ કહ્યું હતું કે જો પોલીસ ફરિયાદ નહિ નોંધાવવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે કહ્યું હતું કે આનાથી એપાર્ટમેન્ટનું નામ ખરાબ થશે.

વળી આરોપીના શેઠે આવી ફરિયાદ કરશે તો કામ પરથી કાઢી નાખવાની ધમકી આપી હતી અને દવાખાનાના ખર્ચાના 5000 રૂપિયા આપવાની વાત કહી હતી. જો કે બાદમાં બાળકીને ગુપ્તાંગના ભાગે દુખાવો ઉપડતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી હતી.

આપણ વાંચો:  જન્માષ્ટમી પૂર્વે પ્રવાસીઓનો ધસારો! રજાઓની મોસમમાં ટ્રેન-બસ ફૂલ, એરફેર ₹18,000ને પાર!

સંબંધિત લેખો

Back to top button