કેન્દ્રના પ્રતિબંધ બાદ રાજકોટમાં ઓનલાઈન ગેમિંગનો પ્રથમ ગુનો નોંધાયો; ત્રણ આરોપીઓની ધરપકડ

રાજકોટ: કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળ ઓનલાઈન જુગારનો પહેલો કેસ નોંધવામાં આવ્યો હતો. ગાંધીગ્રામ પોલીસે માસ્ટર આઈડી ધારક સહિત મનહરપુરના ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે સુમેર કુરેશી, અનીશ કુરેશી અને મહમદ કુરેશી નામના ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ એક ઓનલાઈન એપ્લિકેશન પર ‘વર્લી’ના આંકડાનો જુગાર રમતા હતા. પોલીસે તેમની પાસેથી જુગાર માટે ઉપયોગમાં લેવાતો ₹ ૨૫,૦૦૦નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.
આપણ વાંચો: ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ મુક્તા બિલને લોકસભામાં મંજુર કરાયું
મળતી વિગતો અનુસાર, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ પર હોય તે દરમિયાન બબાતમી મળી હતી કે જામનગર રોડ ઇન્ડીયન આઇ.ઓ.સી. ડેપો સામે ત્રણ શખ્સો જાહેરમાં પોતાના મોબાઈલ ફોનમાં ૨હેલ એપ્લીકેશન દ્રારા વર્લી ફીચરના આંકડાઓ મોબાઇલ પ્રિન્ટર મારફતે પ્રિન્ટ સ્લીપ આપી જુગાર રમી રમાડે છે.
જેના આધારે ટીમે દરોડો પાડી બાતમી સ્થળે હાજર શખસોને અટકમાં લઈ નામ પૂછતાછ કરતા તેમના નામ સુમેર સાદીક કુરેશી (ઉ.વ.૨૮, રહે.શ્રીજી ૦૫, મનહરપુર હાઇટસ બ્લોક નં.જી-૨૦૩ જામનગર રોડ), તેમજ અન્ય શખ્સે પોતાનું નામ અનીશ ઓસમાણ કુરેશી (ઉ.વ.૪૪, ધંધો,વેપાર રહે, જામનગર રોડ મનહરપુર ૦૧, શેરી નં.૦૧ હનુમાન ડેરી બાજુમાં) અને ત્રીજા શખ્સે પોતાનું નામ મહદમઅલી રફીકભાઈ કુરેશી (ઉ.વ.૨૩, રહે. જામનગર રોડ મનહરપુર ૦૧, શેરી નં.૦૧ હનુમાન ડેરી બાજુમાં) હોવાનું માલુમ પડયું હતું.
આપણ વાંચો: ઓનલાઈન ગેમ પર પ્રતિબંધ મુદ્દે બેંકો અને નાણાકીય સંસ્થાઓએ આરબીઆઈ પાસે માર્ગદર્શિકા માંગી…
ઝડપાયેલા આ ત્રણેય શખસો પોતાના મોબાઇલ ફોનમાં આંકડા લખી તેની સ્લીપ આપી જુગાર રમાડતા હોવાનું ખુલતાં તેની પાસેથી રોકડ, મોબાઈલ પ્રિન્ટર અને ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂ.૨૫૧૬૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, ઓનલાઈન વરલી મટકાનો જુગારનો મુખ્ય સૂત્રધાર અનિસ કુરેશી હોવાનું સામે આવ્યું હતું. તે પોતે નટરાજ નામની ઓનલાઈન માસ્ટર આઈડી બનાવી અલગ અલગ લોકોને ફોરવર્ડ કરી જુગાર રમાડતો હતો. તેમજ અન્ય બે શખસો તેના સાગરીત હોવાનું ખુલ્યું હતું.