રાજકોટના મંગળા રોડ પર ફિલ્મી ફાયરિંગ! બે ગેંગના ૧૧ શખ્સો સામે PSI પોતે બન્યા ફરિયાદી. | મુંબઈ સમાચાર
રાજકોટ

રાજકોટના મંગળા રોડ પર ફિલ્મી ફાયરિંગ! બે ગેંગના ૧૧ શખ્સો સામે PSI પોતે બન્યા ફરિયાદી.

રાજકોટ: શહેરના મંગળા રોડ પર મંગળવાર રાતે ફિલ્મી ઢબે થયેલા ફાયરીગની ઘટનામાં અંતે એ ડિવિઝનના પીએસઆઈ ફરિયાદી બન્યા છે અને 11 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે ભારતીય ન્યાય સહીંતા ૨૦૨૩ ની કલમ – ૧૦૯(૧), ૧૨૫,, ૧૩૧, ૧૩૬, ૧૮૯, ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૪(૨), ૩૨ ૪(૪) તથા આર્મ્સ એકટ ની કલમ – ૨૫(૧)(એ), ૨૫(૧-બી)એ, ૨૭ તથા જી.પી.એકટ કલમ – ૧૩૫ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસની તપાસ પીઆઇ એસએમ જાડેજાને સોંપવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, રાજકોટ શહેરના મંગળા રોડ પર આવેલ પ્રગતિ હોસ્પિટલ નજીક જાહેર રોડ પર ફાયરિંગનો બનાવ બન્યો હતો. ત્યારબાદ પોલીસ કર્મચારી ઘટનાસ્થળ પર દોડી ગયા હતા અને બનાવ બાબતે આજુબાજુના માણસોની પુછપરછ કરતા તેમજ પ્રગતી હોસ્પીટલની આજુબાજુમાં આવેલ સીસીટીવી ફુટેજ ચેક કરતા તથા પ્રગતી હોસ્પીટલના સીકયુરીટી ગાર્ડની પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે હોસ્પીટલમાં દાખલ જાવેદભાઇ જુણેજાના સગા ઉપર રાત્રીના ફાયરીંગનો બનાવ બન્યો હતો.

જેથી દાખલ દર્દીના સગાને બનાવ અંગે પુછતા જણાવ્યું હતું કે, “જાવેદભાઇને જુણેજાને હાર્ટએટેક આવ્યો હોવાથી તેઓ અને તેમના સબંધીઓએ પ્રગતિ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને આ દરમિયાન તેઓ બધા નીચે બેઠા હતા. આ દરમિયાન વહેલી સવારના આશરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં કાર આવી હતી અને આ દરમ્યાન મોહસીન ઉર્ફે ચીનલો દીલાવરભાઇ કુરેશી તેની થાર ગાડી લઇને આવેલ અને તેની સાથે સાથે કાર આવીને ઉભી રહેલ અને તે કારમાંથી ચાર વ્યકિતઓ ઉતરેલ અને અમારા ઉપર ફાયર કરવા લાગ્યા હતા. આથી બંને પક્ષોએ સામસામાં ફાયરિંગ કર્યું હતું.

આ બનાવ અંગે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી અને બંને ગેંગ માંથી કોઈપણ પોલીસ ફરિયાદ કરવા નહીં આવતા અને બંનેએ અંદાજે 8 થી 10 જેટલા ફાયરિંગ કર્યા હોવાનું સામે આવતા ખુદ એ ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ. ફરિયાદી બન્યા હતા અને બંને ગેંગના કુલ 11 શખ્સો સામે રાયોટીંગ, આર્મસ એક્ટ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી ભઈલા ગેંગના ત્રણ સભ્યોને સકંજામાં લઈ લીધા છે.

પોલીસે ભયલો ગઢવી, મેટીયો ઝાલા, મોન્ટુ કોળી, હીંમત ઉર્ફે કાળુ લાંગા ગઢવી, સમીર ઉર્ફે સંજલો જાવીદભાઈ જુણેજા, અબ્દુલ્લા ઉર્ફે દુલીયો ભીખુભાઈ ઘાડા, શાહનવાઝ અબ્દુલ્લા ઉર્ફે દુલીયો ભીખુભાઈ ઘાડા, શાહનવાઝના મીત્રો સમીર ઉર્ફે મુરઘો, સોહીલ સીંકદરભાઇ ચાનીયા, સોહીલ દીવાન ફકીર અને અમન અલ્તાફભાઈ પીપરવાડીયા વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આપણ વાંચો:  સુરત પોલીસનું ‘ડ્રગ્સ વિરોધી’ મેગા ઓપરેશન: ₹૨૦ લાખથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ૩ શખ્સો ઝડપાયા!

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button