નકલી પનીર બાદ રાજકોટથી ઝડપાયું નકલી બીડીનું કારખાનું

રાજકોટ: આજે રાજકોટ એસઓજીની ટીમે શીતલ પાર્કમાં ધમધમતી પનીરની ફેક્ટરીને ઝડપીને પનીરમાં ભેળસેળ કરવાનાં કારસ્તાનને ખુલ્લુ પાડ્યું છે. આ ઉપરાંત SOGની ટીમે બજરંગવાડી વિસ્તારમાં નકલી બીડી બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. અહીથી SOGની ટીમે એક લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં SOGની ટીમે દરોડો કરતાં નકલી બીડી બનાવતા હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન પોલીસને મોટા પ્રમાણમાં નકલી બીડી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. SOG પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પડવામાં આવ્યો હતો. SOGએ દરોડા દરમિયાન અલગ અલગ રંગના પેકીંગ વાળી બીડીના બંડલ, અલગ અલગ બીડીના સિમ્બોલ વાળા સ્ટીકર, લાકડાના બોક્સ સ્ને ગુંદર સહિત કુલ 1,05,700નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં નકલી પનીરની ફેકટરી ઝડપાઈ; 800 કિલો પનીર સાથે સંચાલકની અટકાયત
800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો
એસ.ઓ.જી.ની ટીમને 150 ફૂટ રીંગરોડ પર શીતલ પાર્ક પાસે હિંમતનગર-6માં આવેલા ગુજરાત ફૂડ નામની ફેકટરીમાં શંકાસ્પદ પનીરના જથ્થાનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે એસઓજીએ ગુજરાત ફૂડ નામની આ ફેકટરીમાં દરોડો પાડયો હતો. એસ.ઓ.જી.ની ટીમે દરોડા દરમ્યાન ફેકટરીમાંથી 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો છે.
પામતેલનો થતો હતો ઉપયોગ
નકલી પનીર બનાવવા માટે પામતેલનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે. ફેક્ટરીની ઠેર-ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ પનીર નકલી છે કે અખાદ્ય છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક વિગતો અનુસાર ફેક્ટરીના માલીકની પુછપરછમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. દરરોજ 500 કિલોથી વધુનું શંકાસ્પદ પનીર બનાવીને રેકડીથી લઈ રેસ્ટોરન્ટ સુધી સપ્લાય કરવામાં આવતું હતું.