જન્માષ્ટમી પર થયેલ રાજકોટ ફાયરિંગના CCTV ફૂટેજ સામે આવ્યા; ધડાધડ ગોળીઓ વરસાવી

રાજકોટ: જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલા ખ્વાજા ચોક નજીક ફાયરિંગ થયું હોવાની ઘટના બની હતી. બનાવની જાણ થતાં ભક્તિનગર, ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલાએ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઘટનામાં એક યુવકને ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ફાયરીંગની ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જન્માષ્ટમી તહેવાર દરમિયાન ફાયરિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં જોવા મળે છે કે રસ્તાની બાજુમાં આવેલી દુકાનની બહાર ચાર યુવકો બેઠા હતા, તે દરમિયાન જ બે લોકો એકટીવા પર આવ્યા હતા અને ધડાધડ ફાયરિંગ કરતા જોવા મળ્યા હતા. જે પૈકી ફાયરીંગ કરનારે મોઢા પર રૂમાલ બાંધ્યો હતો.
આપણ વાંચો: ઘર પર ફાયરિંગ થયા બાદ એલ્વિશ યાદવના પિતાએ નોંધાવી એફઆઈઆર
આ ઘટનામાં શાહનવાઝ વેત્રણ નામના વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેને છાતીના ભાગે બે ગોળી અંદર ઉતરી ગઈ હતી. તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ ભક્તિનગર, ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ આદરી હતી.
પોલીસની તપાસમાં આ ફાયરીંગ કુખ્યાત પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી અને ભાયલી ગઢવીએ કર્યું હોવાનું સામે આવ્યું હતું. ફાયરીંગની ઘટનાને મામલે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.