રાજકોટ

દિવાળીના તહેવારોમાં હેલ્મેટના નામે દંડને બદલે ટ્રાફિક નિયમન સુદ્રઢ બનાવો

રાજકોટ: હાઇકોર્ટ ની ફટકાર પછી પોલીસ તંત્રએ સર્વપ્રથમ સરકારી ઓફિસમાં હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરી ધીમે ધીમે શહેરમાં સામાન્ય નાગરિકો સુધી પહોંચવા જઈ રહી છે પરંતુ શહેર કોંગ્રેસ ના પ્રમુખ અતુલ રાજાણી અને તેની ટીમે આજે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે રાજકોટ શહેરનો ટ્રાફિક અને રસ્તાઓ જોતા કોઈ વધારે સ્પીડે વાહન ચલાવી શકે તેવું જ નથી તો સામાન્ય નાગરિકને શહેરમાં હેલ્મેટ પહેરવા માંથી મુક્તિ આપવી એ ઉપરાંત પણ રજૂઆત કરતા જણાવ્યું હતું કે રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક નિયમન સુદ્રઢ બનાવવા અમારી માંગ છે. દિવાળીના તહેવારો હોય લોકો ઉજવણીમાં વ્યસ્ત હોય ત્યારે કોરોના બાદ લોકો કારમી અને કાળજાળ મોંઘવારીના મારથી ત્રસ્ત છે ત્યારે શહેર પોલીસ દ્વારા શહેરમાં મુખ્ય રસ્તા ઉપર હેલ્મેટ ના નામે જે રીતે દંડનીય કાર્યવાહી થાય છે. અને તોતિંગ દંડ વસૂલવામાં આવે છે ત્યારે શહેરીજનોની દિવાળી બગાડવામાં આવી રહી છે. શહેર પોલીસ આમ તો અંદાજે 8 લાખનો નિયમિત દંડ કરતી હતી હવે હેલ્મેટ ના નામે લોકોને લૂંટતા વધુ દંડની રકમ ના ઉઘરાણા થઈ રહ્યા છે ત્યારે શહેરમાં મસ મોટા ખાડાઓ તેમજ ટ્રાફિક પાર્કિંગની સુવિધા આપવામાં રાજકોટનું મહાનગરપાલિકા સદંતર નિષ્ફળ નિવડેલ છે અને કરોડો રૂપિયાના ટેક્સ આપવા છતાં સામાન્ય સફેદ કે પીળા પટ્ટા પણ ન હોવાને પગલે લોકોને હાલ તો પોલીસ કાયદાના જોરે જુલમ કરી રહી હોય તેવું જણાય છે.

આ પણ વાંચો: ફટાફટ કરાવો બુકિંગઃ દિવાળી દરમિયાન રેલવે દોડાવશે આટલી સ્પેશિયલ ટ્રેન

અમારી જાણ મુજબ હાલ ટ્રાફિકની ડ્રાઈવ સરકારી કચેરીઓ પાસે હેલ્મેટ ના નામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે સામાન્ય કરવેરા કે સામાન્ય લાઈટ બિલ ભરવા આવનાર જેમાં ૩૦૦ થી ૪૦૦ રૂપિયાના બિલ ની સામે ૫૦૦ રૂપિયા જેવો તોતિંગ દંડ સામાન્ય નાગરિક પાસે વસૂલવામાં આવે છે.

આ પણ વાંચો: પરપ્રાંતિય ચોરોને પકડવામાં રાજકોટ પોલીસને સફળતા

રાજકોટ શહેરની મુખ્ય બજારો લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, પરાબજાર સહિતના વિસ્તારોમાં અને શહેર ના મુખ્ય ચોકમાં ટ્રાફિકજામ અને ટ્રાફિક નિયમન ના નામે કોઈ જાતની કાર્યવાહી પોલીસ તંત્ર કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી ન હોવાને કારણે વખતો વખત આવા વિસ્તારોમાં ઘર્ષણ ઊભું થયું છે જે તાજેતરના બનાવો પરથી સાબિત થાય છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક જામની જે સ્થળોએ ફરિયાદો ઊઠવા પામી છે અને શહેરના આઈવે પ્રોજેક્ટ હેઠળ જ્યારે તમામ ગતિવિધિઓ પર નજર છે ત્યારે આ ટ્રાફિક નિયમન ને અગ્રતા આપી ટ્રાફિક નિયમન પોલીસ તંત્ર સુદ્રઢ બનાવે હાલ શહેરમાં અપૂરતું પોલીસ દળ હોવાને પગલે ટ્રાફિક વ્યવસ્થામાં દરેક ટ્રાફિક પોઇન્ટ પર પૂરતો બંદોબસ્ત હોતો નથી ત્યારે હાલ હેલ્મેટ ના કાયદાની અમલવારી માં વધારે અને વધારે પોલીસને લગાડવાને બદલે દિવાળી સુધી જાહેર રસ્તા પરના ખાડાઓની મરામત માટે રાજકોટ મહાનગરપાલિકા સાથે સંકલન કરી જીવલેણ અકસ્માત સર્જાય એ પહેલા પોલીસ તંત્ર આ બાબતમાં ધ્યાન આપવું ઘટે. કારણ કે હેલ્મેટ પહેર્યું હોવા છતાં જીવલેણ અકસ્માત સર્જાય છે. શહેરમાં જીવલેણ અકસ્માતો એ ખાડાઓ અને ઓવર સ્પીડમાં વાહન હંકારતા થયાનું રેકોર્ડ પર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button