રાજકોટ

જેતપુરમાં બેફામ બાઇક સ્ટંટ કરતા યુવકોનો ખતરનાક Video વાયરલ, લોકોમાં રોષ

જેતપુરઃ જેતપુરમાં થોડા સમય પહેલા દારૂ પીધેલી હાલતમાં કાર ચાલકે રાહદારીઓને અડફેટે લીધાની ઘટના ઘટી હતી. આવી જ એક ઘટના જેતપુરમાં બની છે. બેફામ બાઇક સ્ટંટ કરનારા યુવકોનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતા લોકોએ રોષની લાગણી વ્યક્ત કરી અને પોલીસ કાર્યવાહીની માંગણી કરી રહ્યાં છે. વીડિયોમાં એક બાઇક પર બે યુવકો સવાર છે. જેમાંથી એક યુવાન બાઇકની ટાંકી પર બેસી ગયો છે, જ્યારે બીજો યુવાન ખતરનાક રીતે બાઇક ચલાવી રહ્યો છે. આવા સ્ટંટ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે.

નબીરાઓએ જાહેરમાં સ્ટંટ કરી જેતપુર પોલીસને ફેક્યો પડકાર

આવી રીતે જાહેર રસ્તા પર સ્ટંટ કરવાથી રાહદારીઓનો જીવ પણ જોખવવામાં મુકાતા હોય છે. સ્થાનિકોનું કહેવું છે કે, રોજ રાત્રે અહીં અસામાજિક તત્વો આવે છે અને ધમાલ કરે છે. જ્યારે કેટલાક યુવકો તો બાઇક પર સ્ટંટ પણ કરતા હોય છે. આ નબીરાઓ પોતાની મોંઘી ગાડીઓ પુરપાટ ઝડપે હંકારીને રસ્તા પર પોતાનો રુઆબ જમાવવાનો પ્રયાસ કરે છે. જેના કારણે સમાન્ય લોકો જે અહીંથી પસાર થતા હોય તેમની જીવ પણ જોખમમાં મુકાય છે. જેથી આવા લોકો સામે પોલીસ કાર્યવાહી કરે પાઠ ભણાવે તેવી સ્થાનિકોએ માંગણી છે.

આપણ વાંચો:  Gujarat Tourism: દીવના દરિયામાં ન્હાવા જવાનો પ્લાનિંગ કરતા હો, તો પહેલા આ વાંચી લો

આ માટે આવા લોકો સામે કોઈ કડક કાર્યવાહી કરતી નથી?: સ્થાનિકો

સ્થાનિકોએ આવી જગ્યાએ રાત્રે પોલીસ પેટ્રોલિંગ કરે તેવી પણ માંગણી કરી છે. હવે જોવાનું એ છે કે, આ વીડિયો જોયા બાદ શું પોલીસ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરશે? લોકોનું કહેવું છે કે, આખરે શા માટે આવા માથાભારે અને બેજવાબદાર લોકો સામે કોઈ કડક કાર્યવાહી કરતી નથી? આવા અસામાજિક તત્વોએ જેતપુર શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન અને પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે. હવે જોવાનુ એ રહે છે કે, આ કેસમાં પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button