સૌરાષ્ટ્રમાં એકબાજુ તારાજી તો રાજકોટના આજી, ભાદર સહિતના ડેમો ખાલી

રાજકોટ: ગુજરાતમાં મેઘમહેર વરસાવી રહેલા મેઘરાજા સૌરાષ્ટ્ર પર બરાબરના વરસ્યા છે. હાલ સૌરાષ્ટ્રના જુનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓ ભારે વરસાદથી પ્રભાવિત થયા છે. પરંતુ તેમ છતાં સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જળાશયોની સ્થિતિને લઈને ચિંતાનો વિષય છે. જો કે આ જળાશયોમાં સૌરાષ્ટ્રના મોટા જળાશયો ભાદર 1, આજીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: રાજકોટના ન્યારા ગામે બનશે સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી અત્યાધુનિક જેલ
રાજકોટના જિલ્લાના સૌથી મોટા જળાશય ભાદર 1ની સ્થિતિ જોતાં હાલ તેમાં માત્ર 21.20 ફૂટ જેટલું પાણી છે. જો કે તેની ઊંડાઈ 34 ફૂટની છે. આથી હજુ પણ ઓવરફ્લો થવા માટે 12.80 ફૂટનું અંતર છે. રાજકોટ શહેરને પાણી પૂરું પડતાં આજી 1ની સપાટી 20.30 ફૂટે પહોંચી છે, જો કે ઓવરફ્લો થવા માટે હજુ 8 ફૂટની ઘટ છે. જ્યારે ન્યારી 1ની હાલની સ્થિતિ 14.90 ફૂટની છે, જ્યારે ઓવરફ્લો થવામાં હજુ 10.20 ફૂટ બાકી છે.
આ પણ વાંચો: રાજકોટ જૂના એરપોર્ટની જમીન વેંચીને તંત્ર કરશે 2500 કરોડની તગડી આવક
આ સિવાય રાજકોટ જિલ્લાના અન્ય જળાશયોમાં સંગ્રહિત જળજથ્થાની વાત કરવામાં આવે તો ભાદર 1 માં 33.44 ટકા, આજી 1 માં 47.15 ટકા, આજી 3માં 58.90 ટકા, સુરવો 2માં 38.81 ટકા, ડોંડીમાં 65.79 ટકા, ગોંડલીમાં 0.22 ટકા, વાછપરીમાં 2.81 ટકા, વેરીમાં 1.08 ટકા, ન્યારી 1માં 37.06 ટકા, મોતીસર 3.82 ટકા સહિતનો જળજથ્થો છે.
આ પણ વાંચો: અગ્નિકાંડ બાદ પ્રથમ લોકમેળાને લઈને રાજકોટ જિલ્લા તંત્રનું વિશેષ આયોજન
સૌરાષ્ટ્રમાં હજુ પણ સાર્વત્રિક રીતે વરસાદ પડે તેવી ખાસ જરૂર વર્તાઇ રહી છે. રાજકોટમાં પહેલા જ સારા વરસાદમાં ઓવરફ્લો થઈ જતું લાલપરી તળાવ આઅ વર્ષે હજુ 7 ફૂટની સપાટીએ જ છે. રાજકોટમાં આઅ વર્ષે હજુ સુધી માત્ર 15 ઇંચ જ વરસાદ પડ્યો હોવાથી લાલપરી તળાવ પણ ખાલી છે. જો કે અન્ય જળાશયોની સ્થિતિ પણ ચિંતા પેદા કરનારી છે.