રાજકોટ: ઇંગ્લૅન્ડ સામેની ટી-20 સિરીઝમાં 2-0ની સરસાઈ ધરાવતી ભારતીય ટીમ ગુજરાતમાં આવી છે જ્યાં રાજકોટમાં આવતી કાલે (સાંજે 7.00 વાગ્યાથી) શ્રેણીની ત્રીજી મૅચ રમાશે અને એમાં ફરી એક વાર ઓપનર અભિષેક શર્માની આતશબાજી જોવા મળી શકે.
આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી અનેક મેચોમાં આતશબાજી કરી ચૂકેલા મૂળ પંજાબ રાજ્યના અભિષેક શર્માની વાત નીકળી છે તો ગુજરાત રાજ્ય સાથેના તેના કનેકશનને લગતો 11 મહિના જૂનો એક કિસ્સો યાદ આવી ગયો.
ઉલ્લેખનીય છે કે અભિષેક ગયા અઠવાડિયે કોલકાતામાં ઇંગ્લૅન્ડ સામે રમાયેલી શ્રેણીની પ્રથમ મૅચનો હીરો હતો. તેણે 34 બૉલમાં આઠ સિક્સર અને પાંચ ફોર સાથે 79 રન બનાવ્યા હતા અને ભારતે એ મૅચ ખાસ કરીને બોલર્સના (વિશેષ કરીને) સ્પિનર વરુણ ચકવર્તીની ત્રણ વિકેટના બળ પર જીતી લીધી હતી.
ગયા વર્ષે 19મી ફેબ્રુઆરીએ જાણીતી મૉડેલ તાન્યા સિંહે આત્મહત્યા કરી હતી અને એ કિસ્સા સંબંધમાં સુરત પોલીસે અભિષેક શર્માને ત્યારે ચંડીગઢથી પૂછપરછ માટે બોલાવ્યો હતો.
સુરત પોલીસને ત્યારે તાન્યાના જે કોલ ડીટેલ રેકોર્ડ્સ (સીડીઆર) તથા અન્ય રેકોર્ડ્સ મળ્યા હતા એના પરથી પોલીસને જાણવા મળ્યું હતું કે તાન્યાએ આત્મહત્યા કરી એ અગાઉ ઘણા મહિનાઓ સુધી અભિષેક શર્મા અને તાન્યા સિંહ એકબીજાના સતત સંપર્કમાં હતા.
આ પણ વાંચો : અભિષેક શર્માએ તેના જ ગુરુ યુવરાજનો 17 વર્ષ જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો!
સુરતના વાસુ પોલીસ સ્ટેશનમાં અભિષેક શર્માની ચાર કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને અભિષેકને કહ્યું હતું કે જરૂર પડશે તો તને ફરી પૂછપરછ માટે અમે બોલાવીશું.
તાન્યા સિંહ ઇવેન્ટ મૅનેજર અને ફેશન ડિઝાઈનર હતી. 19મી ફેબ્રુઆરીએ તાન્યાએ ગળે ફાંસો ખાઈ લીધો હતો અને ત્યારે તેની ડેડ બૉડીનો પોલીસે કબજો લીધો ત્યારે તેના કાનમાંથી ઈયરફોન મળી આવ્યા હતા જેના પરથી પોલીસને શંકા થઈ હતી કે આત્મહત્યા વખતે તાન્યા કોઈની સાથે ફોન પર સંપર્કમાં હતી.
28 Yrs Model, Tanya Singh dies by suicide in Surat, IPL Cricketer Abhishek Sharma to be quizzed by cops. pic.twitter.com/VCpbUeBkMC
— Rachit (@gupt_rach) February 22, 2024
એ સમયે અભિષેક શર્મા વિશે એવું કહેવાતું હતું કે તાન્યા સિંહ તેની ગર્લફ્રેન્ડ હતી અને ઘણીવાર તેની સાથે ડેટ પર ગયો હતો.