Rajkot માં કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ કરેલી આચારસંહિતા ભંગની ફરિયાદ પરત ખેંચી…

અમદાવાદ : ગુજરાતના રાજકોટમાં(Rajkot)લોકસભા ચૂંટણી 2024 વચ્ચે કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ બીએપીએસ સભા ગૃહમાં યોજેલી મિટિંગ અંગે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી હતી. જોકે, આ અંગે ભાજપ કાર્યાલય મંત્રી અને બીએપીએસ મંદિર સંસ્થાએ દિલગીરી વ્યક્ત કરતા કોંગ્રેસ આગેવાનોએ આ ફરિયાદ પરત ખેંચી લેતા સમગ્ર પ્રકરણનો અંત આવ્યો છે.
Also read : ACBના વડા તરીકે IPS પિયુષ પટેલની વરણી, જાણો કોણ છે
કાલાવડ રોડ પર મંદિરના સભાગૃહમા ભાજપે કાર્યક્રમ રાખ્યો હતો
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ લોકસભા ચૂંટણી 2024 દરમિયાન રાજકોટના કાલાવડ રોડ પર મંદિરના સભાગૃહમા ભાજપે કાર્યક્રમ રાખ્યો હતો. આ સભાગૃહમાં પરષોત્તમ રૂપાલાના પ્રચાર-પ્રસાર અર્થે સભા બોલાવવામાં આવી હતી. જેમાં ભાજપના નેતા લોકસભાના ઉમેદવાર અને વરિષ્ઠ આગેવાનો દ્વારા રાજકીય પ્રવચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેને લઈને આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ હતી. જો કે જિલ્લા ચૂંટણીતંત્રએ આ ફરિયાદને ફગાવી દીધી હતી.
Also read : અંબાલાલ સાચા પડ્યાઃ સવારે ઝાકળવર્ષા પણ તાપમાનનો પારો ઊંચે
આચારસંહિતા ભંગની ફરિયાદનો નિકાલ થયો
ત્યારે આ અંગે હવે રાજકોટ ભાજપ કાર્યાલય મંત્રી અને બીએપીએસ સંસ્થા દ્વારા દિલગીરી વ્યક્ત કરાતા કોંગ્રેસ આગેવાનોએ બાંહેધરી સાથે ફરિયાદ પરત ખેંચી હતી. જેના પગલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલતી આ આચારસંહિતા ભંગની ફરિયાદનો નિકાલ થયો છે.



