રાજકોટ

શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોય કડક પગલાં ભરવા બાબત કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું હતું

રાજકોટ: શહેરમાં કોલેરા, ટાઇફોઇડ, મેલેરિયા, શરદી, ઉધરસ, તાવ ચિકનગુનિયા ડેન્ગ્યુ ના વધી રહેલા દર્દીઓના અનુસંધાનમાં અગાઉ પણ લેખિત રજૂઆત કરી હતી તે બાબતે ફરી એકવાર તંત્રનો કાન આમળ્યો હતો.

આ પણ વાંચો: રાજકોટમાં 150 કરોડના ખર્ચે બનશે સિગ્નેચર બ્રિજ: તંત્રએ ટેન્ડર જાહેર કર્યું

રાજકોટ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. શહેરમાં જીવલેણ રોગો વધતા રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર જાણે કે માંદગીના બિછાને પડ્યું હોય એ પ્રકારે મેલેરિયાના 2, ચિકનગુનિયા 30, ડેન્ગ્યુના 24 કેસો, શરદી, ઉધરસ ના 1112 સામાન્ય તાવના 673 જાડા ઉલટીના 166 ટાઈફોડ તાવના 3 અને કોલેરાનો 1 કેસ, શરદી ઉધરસ ના 1800 જેટલા કેસો, ચિકનગુનિયા ના 30 કેસો, જાન્યુઆરીથી આજદિન સુધી જીવલેણ રોગ એવા ડેન્ગ્યુમાં 272 દર્દીઓ આરોગ્ય તંત્રના રેકોર્ડ પર નોંધાયા છે. શહેરમાં હાલ વાદળછાયુ વાતાવરણ હોય હવામાન ખાતાએ વરસાદની આગાહી પણ આપી હોય ત્યારે સમગ્ર શહેરના વિસ્તારોમાં રોગચાળો વકરે નહીં તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવે અને નક્કર કામગીરી થવી જોઈએ.

આ પણ વાંચો: રાજકોટમાં ફર્નિચરના વેપારીને પોલીસ સ્ટેશનમાં આવ્યો હાર્ટએટેક, જાણો વિગત…

વધુમાં કમિશનરને જણાવ્યું હતું કે આપ શ્રી ને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઇન્વર્ડ નંબર 4156 તારીખ 02/09/24 થી શહેરમાં રોગચાળાને કાબુમાં રાખવા અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ હતી. તેમ છતાં આ અંગે નક્કર કામગીરી હાથ ધરવામાં ન આવતા આરોગ્ય ની પરિસ્થિતિ શહેરમાં વણસતી જાય છે. આરોગ્ય કેન્દ્ર દ્વારા દરેક ઘરોમાં ફોગિંગ કરાવો, મચ્છરના ઉત્પત્તિ સ્થાન હોય ત્યાં માઉન્ટેન ફોગિંગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે, મંદિરો, બગીચાઓ, ખુલ્લા પ્લોટ, શાળાઓ, સંવેદનશીલ વિસ્તારો, પછાત વિસ્તારો, ઝૂંપડપટ્ટીઓ, ભંગારના ડેલા, બાંધકામ સાઇટ, જે જગ્યાએ પાણી ભરાયેલું રહેતું હોય તેવા સ્થળો, આજી નદી, વોકળાઓમાં બેદરકારી દાખવનાર સામે કડક પગલાં ભરવા અને જરૂર જણાયે દંડનીય કાર્યવાહી કરવા માંગ કરી છે.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker