રાજકોટ

રાજકોટના માલવિયા ચોક ખાતે રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોવાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ

રાજકોટ: શહેરના યાગ્નિક રોડ પર આવેલા માલવિયા ચોક પર રાષ્ટ્રધ્વજનું અપમાન થતું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ આરોપ કરતાં કહ્યું હતું કે, મનપા દ્વારા રાષ્ટ્રધ્વજનું સરેઆમ અપમાન કરવામાં આવી રહ્યું છે. માલવિયા ચોક સર્કલ ખાતે ફરકતો રાષ્ટ્રધ્વજ અત્યંત ગંદી અને જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા તેને બદલવાની તસ્દી લેવામાં આવી નથી, જે ‘ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા ૨૦૦૨’નો સ્પષ્ટ ભંગ છે.

કોંગ્રેસ આગેવાન ડો. મહેશ રાજપૂતે વિગતો આપતા જણાવ્યું હતું કે, અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ જાહેર સ્થળોએ રોજેરોજ વિધિવત રીતે ધ્વજવંદન કરવામાં આવતું હતું. પરંતુ વર્તમાન તંત્રની બેદરકારીને કારણે આજે રાષ્ટ્રીય અસ્મિતા સમાન ત્રિરંગાની ગરિમા જોખમાઈ રહી છે. કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી કે માલવિયા ચોક ખાતે તાત્કાલિક અસરથી નવો રાષ્ટ્રધ્વજ વિધિવત રીતે ફરકાવવામાં આવે

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button