રાજકોટ

રાજકોટમાં આંબેડકર જયંતિની ઉજવણીમાં લોકો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ: જુઓ વીડિયો

રાજકોટ: આજે 14મી એપ્રિલ એટલે ડૉ. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે અને તેની સમગ્ર દેશમા ઉજવણી કરવામા આવી રહી છે. ગુજરાતના પણ અનેક શહેરોમા તેની ઉજવણી કરવામા આવી હતી. આંબેડકર જન્મજયંતી નિમિતે રાજકોટમા પણ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને આ રેલી દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે રાજકોટના હોસ્પિટલ ચોક ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ત્યારબાદ ત્યાંથી બાઈક રેલી કાઢવામાં આવી હતી. આ બાઈક રેલી શહેરના રેસકોર્સ રિંગ રોડ પર પહોંચી ત્યારે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું.

આપણ વાંચો:  જૂનાગઢમાં પત્ની અને પત્નીના પ્રેમીની ધમકીઓથી કંટાળીને પતિએ જીવન ટૂંકાવ્યું…

શા માટે વિવાદ થયો?
હોસ્પિટલ ચોકથી નીકળેલી બાઈક રેલી શહેરના રેસકોર્સ રિંગ રોડ પર પહોંચી ત્યારે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલે બાઇકમાં ધોકો અડાડતા આ વિવાદ સર્જાયો હતો અને પોલીસ અને લોકોની વચ્ચે ઘર્ષણ થયું હતુ. પોલીસ સાથે ઝપાઝપી થતા મામલો ઉગ્ર બની ગયો હતો અને સાથે પરિસ્થિતિ વણસે નહિ તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button