રાજકોટમાં ચકચાર: સોની બજારમાં ₹1 કરોડનું સોનું લઈને બંગાળી કારીગર ફરાર!

રાજકોટ: શહેરના સોની બજારમાં બંગાળી કારીગર ૧ કરોડનું સોનુ લઇને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી હતી. શ્રીહરી ઓર્નામેન્ટ પેઢીમાંથી રૂપિયા ૧ કરોડના સોનાની થઇ ચોરી હોવાની ઘટના અંગે વેપારીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી વિગતો અનુસાર, રાજકોટ શહેરના સોની બજારમાં બંગાળી કારીગર ૧ કરોડનું સોનુ લઇને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી હતી. સોની બજારમાં આવેલી શ્રીહરી ઓર્નામેન્ટ પેઢીમાંથી રૂપિયા ૧ કરોડના સોનાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી. સોની વેપારી તરુણ પાટડિયાની પેઢીમાં શફીકુલ શેખ નામનો બંગાળી કારીગર કામ કરતો હતો, વેપારીએ તેને દાગીના બનાવવાના કામ માટે વેપારી 18 કેરેટનું ૧૩૪૯.૩૩૦ ગ્રામ સોનુ આપ્યું હતું, જે સોનું લઈને આરોપી કારીગર રફુચક્કર થઈ ગયો હતો.
જો કે આ ઘટના આજથી ત્રણેક મહિના પહેલા બની હતી, પરંતુ વેપારીએ ફરિયાદ હવે છેક નોંધાવી છે. જેના કારણે પણ અનેક તારક વિતર્ક થઈ રહ્યા છે. આ બનાવ અંગે શહેરના એ. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી, ફરિયાદના આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે આ પેઢી અહી આવ્યાને સાતેક મહિના જેટલો સમય થયો છે. જો કે કારીગર ચોરીને અંજામ આપીને નાસી ગયો હોય બાદમાં વેપારીએ તેની તપાસમાં સમય પસાર કર્યા બાદ હવે ફરિયાદ નોંધાવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આપણ વાંચો: બાપુનગર જતાં પહેલા વાંચી લેજો આ સમાચાર: ‘નમોત્સવ’ને કારણે આ રસ્તાઓ પર અવરજવર બંધ