ગોંડલમાં રિનોવેશન દરમિયાન મકાન ધરાશાયી થતાં 3 લોકો દબાયા

રાજકોટઃ ગોંડલમાં મકાનના રિનોવેશન (house renovation) દરમિયાન મોટી દુર્ઘટના બની હતી. રિનોવેશન દરમિયાન મકાન ધરાશાયી થતાં ત્રણ લોકો દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે બચાવ કામગીરી શરૂ કરી હતી.

હાલમાં ફાયર વિભાગની ટીમ જે.સી.બી. મશીનની મદદથી કાટમાળ ખસેડીને દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે. આ દુર્ઘટનામાં હજુ એક પુરૂષ અને એક મહિલા કાટમાળ નીચે દટાયેલા છે. જ્યારે એક વૃદ્ધાને બહાર કાઢી લેવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.
આ પણ વાંચો…સુરતમાં 5 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતાં 711 પોલીસકર્મીઓની બદલી, જુઓ લિસ્ટ
સ્થાનિકોએ શું કહ્યું
દુર્ઘટનાના સમાચાર મળતાં જ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત ઉમટી પડ્યા હતા. સ્થાનિક ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યું કે 7 વાગ્યે અચાનક કોઈ વિસ્ફોટ થયો હોય તેવો અવાજ સંભળાયો હતો અને અને અમે દોડીને બહાર આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો દુર્ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.