રાજકોટ રૂરલ એસઓજી દ્વારા બૉગસ ડોક્ટર ઝડપાયો..

અમદાવાદઃ રાજકોટમાં બોગસ ડોક્ટર ઝડપાયો હતો. રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ દ્વારા મેટોડા-જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ક્ષેત્રમાં બોગસ ડોક્ટર ઝડપી લેવામાં આવ્યો હતો.
તાજેતરમાં રાજકોટ રૂરલ સ્પેશિયલ ઑપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે અહીંના એક કૉમ્પ્લેક્સમાં એક માણસ કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વિના ક્લિનિક ચલાવી રહ્યો છે. આ કથિત ડોક્ટર દાંતની દવા આપતો હતો. પોલીસે બાતમીના આધારે ઓચિંતી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પોલીસને રાજમંગલ મુરત સાહાની નામનો શખ્સ મળી આવ્યો હતો.તપાસ દરમિયાન રાજમંગલ મુરત સાહાની નામના એક શખ્સને પકડવામાં આવ્યો હતો. જેની પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોવાનું ખૂલ્યું હતું. તેમ છતાં તે દાંતના વિવિધ રોગની દવા અને અમુક દરદીઓના ઓપરેશન પણ કરતો હતો.
સાહનની અટકાયત કરવામાં આવી હતી અને સાધનો અને દવાઓ જપ્ત કરવામાં આવ્યા હતા. મેટોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.



