દિવાળીની પૂર્વસંધ્યાએ રાજકોટમાં લોહી વહ્યુંઃ નજીવી બાબતે ત્રણની હત્યા | મુંબઈ સમાચાર
રાજકોટ

દિવાળીની પૂર્વસંધ્યાએ રાજકોટમાં લોહી વહ્યુંઃ નજીવી બાબતે ત્રણની હત્યા

રાજકોટઃ દિવાળીનો તહેવાર દરેક ઘર પરિવાર માટે આનંદ અને નવા વર્ષની નવી આશાઓ સાથેનો હોય છે, પરંતુ રાજકોટના બે પરિવાર માટે દિવાળી ગમગીનીમાં ફેરવાઈ ગઈ છે. રાજકોટમાં નજીવી બાબતે બે જૂથો વચચે ઘર્ષણમાં ત્રણ જણનો જીવ ગયો છે અને અન્યોને ઈજા પહોંચી છે.

કાળી ચૌદશની મોડી રાત્રે ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં વાહન અથડાયા હતા. આ મામવે બોલાચાલી થઈ હતી અને મામલો ગરમાતા બે જૂથ સામસામે આવી ગયા હતા. આ અથડામણમાં એક જૂથના બે સગ્ગા ભાઈઓની અને સામેના જૂથના એક વ્યક્તિની હત્યા નિપજી હતી. મૃતકના નામ સુરેશ પરમાર (45) અને વિજય પરમાર (40) અને સામે પક્ષે હુમલો કરનારા અરૂણ બારોટની હત્યા થઈ હતી. અન્યોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દારૂના દૂષણે જીવ લીધા

બન્ને દીકરા ગુમાવનાર મૃતકોના પિતા વશરામભાઈએ ઘટના અંગે જણાવ્યું હતું કે મારા બન્ને સંતાનો તેમના પરિવાર સાથે મજૂરી કામેથી પરત ફરી રહ્યા હતા. મોડી રાત્રે વાહન અથડાતા બોલાચાલી થઈ હતી. મારા દીકરાઓ, પુત્રવધુ અને પૌત્ર પર તેમણે હુમલો કર્યો હતો, જેમાં મારા બન્ને દીકરાના મોત થયા. તેમણે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં દારૂનું દૂષણ ઘણું જ છે. લુખ્ખા તત્વોનો ત્રાસ વધી ગયો છે. આવા લોકો દારૂ પીને લુખ્ખાગીરી કરે છે અને આતંક મચાવે છે. પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

આપણ વાંચો:  કેશોદના વૃદ્ધની રોકડ રકમ ગણતરીના કલાકોમાં શોધી આપી જૂનાગઢ પોલીસે

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button