10 વર્ષ બાદ આસારામ કેસના સાક્ષીના હત્યારાની કર્ણાટકથી ધરપકડ…

રાજકોટ: જાતીય શોષણના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામની મુશ્કેલીઓ વધી શકે છે. રાજકોટ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આસારામ સાથે સંકળાયેલા જાતીય શોષણ કેસમાં સાક્ષીની હત્યાનાં આરોપી કેશવની કર્ણાટકથી ધરપકડ કરી છે. આસારામના ભૂતપૂર્વ શિષ્ય અને શાર્પ શૂટર કેશવે 10 વર્ષ પહેલાં અમૃત પ્રજાપતિ નામના સાક્ષીની હત્યા કરી હતી.
આ પણ વાંચો : આસારામને હાઈકોર્ટની મોટી રાહત; 17 દિવસની પેરોલ મંજૂર…
અમૃત પ્રજાપતિના હત્યારાની ધરપકડ
આસારામના ભૂતપૂર્વ સહયોગી અને જાતીય શોષણ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિને 23 મેના રોજ રાજકોટની સંત કબીર રોડ પર આવેલી ઓમ શાંતિ આયુર્વેદિક હોસ્પિટલમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ફાયિંરગમાં અમૃત પ્રજાપતિને ગળામાં ગોળી ઘૂસી જતા ગંભીર ઇજા થઇ હતી. ભાગવાના પ્રયાસમાં હત્યારાની બે પિસ્તોલ અને એક મેગેઝિન અને 10 કાર્ટીસ સ્થળ પડી જતા તે સ્થળ ઉપરથી મળી આવ્યા હતા. મૃત્યુ પામતા પહેલા અમૃત પ્રજાપતિએ પોલીસને એક નિવેદન આપ્યું હતું જેમાં તેણે હુમલાખોરોમાં આસારામના છ અનુયાયીઓનાં નામ આપ્યા હતા.
કાર્તિકની ધરપકડ બાદ ખૂલ્યું હતું નામ
જીવલેણ હુમલામાં જે છ શખ્સના નામ આપવામાં આવ્યા હતા, તેમાં મેઘજીભાઇ પટેલ, કે.ડી.ઉર્ફે કાંતિલાલ ડી.પટેલ,આસારામની જમીનનું કામકાજ સંભાળતા વિકાસ કૈલાસચંદ ખેમકા, રામચંદ્ર ચંદીરામ ઠક્કર, અજય રસિકલાલ શાહ અને કૌશિક પોપટનું નામ બહાર આવ્યું હતું. ત્યારબાદ તમામની પુછપરછ કરવામાં આવી તેમાં કાર્તિક નામના એક શખ્સની ધરપકડ થતાં તેની પુછપરછમાં કેશવ સહિતના અન્ય પાંચના નામ ખુલ્યા હતાં.
આ પણ વાંચો : બોર્ડના વિદ્યાર્થીઓની ચિંતામાં ઘટાડો! રાજ્ય સરકાર નિયમો સરળ બનાવશે, જાણો શું છે યોજના
31 માર્ચ આસારામને વચગાળાના જામીન
રાજકોટ ક્રાઈમ બ્રાંચે કર્ણાટકથી કેશવની ધરપકડ કરી છે ત્યારે તેની પુછપરછમાં કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી શકે છે. છેલ્લા 11 વર્ષથી જેલ સજા ભોગવી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટે તબીબી કારણોસર વચગાળાના જામીન આપ્યા છે, જોકે, કોર્ટે જામીન સાથે એક શરત મૂકી છે કે તેઓ તેમના અનુયાયીઓને મળશે નહીં કે કોઈ સાક્ષીને પ્રભાવિત કરશે નહીં. સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીનનો સમયગાળો 31 માર્ચ નક્કી કર્યો છે.