અમારી ભૂલ બદલ માફી માગું છું, ધ્યાન દોરવા બાબત આભાર માનું છું: મુકેશ દોશી શહેર ભાજપ પ્રમુખ

રાજકોટ: આજરોજ સસ્પેન્ડેડ કોર્પોરેટરોને સદસ્યતા અભિયાનની કામગીરી સોંપવામાં આવતા વિ પક્ષી કોંગ્રેસી નેતા મહેશ રાજપૂતે આકરા પ્રહારો કર્યા હતા તે સંદર્ભે મીડિયાએ ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશી સાથે વાત કરતા સર્વ પ્રથમ સદસ્યતા નોંધણી અભિયાન અંગે વાતો કરી હતી અને સમગ્ર ગુજરાતમાં ભારતભરમાં આ અભિયાન બહુ મોટી સફળતા મેળવશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: રાજકોટમાં ચડ્ડી-બુકાનીધારી ગેંગે કરી 5 ઘરમાં કરી ચોરી: ઘટના CCTVમાં કેદ
સસ્પેન્ડેડ કોર્પોરેટરોને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવાનો મામલો સામે આવ્યા નહીં ઘટના સંદર્ભે મીડિયાએ પૂછતા તેઓ જણાવ્યું હતું કે જે કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેઓને કોઈ કામગીરી સોંપવામાં આવતી નથી અમારા કોઈ કાર્યક્રમમાં પણ બોલાવવામાં આવતા નથી તેમ છતાં બહુ મોટો પક્ષ છે એટલે ભૂલ થઈ ગઈ પરંતુ લિસ્ટમાંથી નામ કમી કરી નાખવામાં આવ્યું છે. કે ધ્યાન દોરવામાં આવ્યું છે તે બદલ આભાર અને ભૂલ બદલ માફી માગીએ છીએ.
વધુ વિગત પ્રમાણે
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીઍ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા આજથી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 28 રાજ્યમાં 10 કરોડથી વધુ સદસ્યતા બનાવવાનો લક્ષ્યાંક છે. ગત વખતે 1.19 કરોડ લોકોએ સદસ્યતા મેળવી હતી. ચાલુ વર્ષે 2 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કોર્પોરેટરો સામે પગલાં લેવામાં નથી આવ્યા તેવું મીડિયા દ્વારા પૂછતા જણાવ્યું હતું કે તે કોર્પોરેશનનો પ્રશ્ન છે તેમાં હું ટીકા ટી પણ નહીં કરી શકું.
આ પણ વાંચો: સ્વામિનારાયણના ફરાર થયેલા સંતો મામલે શું કહ્યું રાજકોટ ક્રાઈમ બ્રાન્ચએ
આ તકે મીડિયાને એક પ્રશ્ન થાય કે જો ભ્રષ્ટાચાર કોંગ્રેસના કોઈ સભ્ય કર્યો હોત તો પાછળ પડી અને પગલાં લેવડાવવા માટે આંદોલનો કર્યા હોત. પરંતુ પોતાના જ પક્ષના કોર્પોરેટરો સંડોવાયેલા હોય તપાસના નામે મીંડુ છે. હાલ રાજકોટ જુદા જુદા કેટલાય પ્રશ્નોથી પરેશાન છે.
ભ્રષ્ટાચાર, રોડ રસ્તા ગંદકી આરોગ્ય તમામ ક્ષેત્રોમાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે ત્યારે સદસ્યતા નોંધણી માટે જેટલી ચીવટ રખાય છે એટલી ચીવટ લોકોના પ્રશ્નો ઉકેલવામાં જો રાખવામાં આવે તો ચોક્કસ સારું પરિણામ આવે. તેવી ચર્ચાઓ લોકો કરી રહ્યા છે.