રાજ્યમાં સામુહિક આપઘાતની વધુ એક ઘટનાઃ રાજકોટમાં માતાએ બે બાળકોને મોતને ઘાટ ઉતારી પોતે પણ જીવન ટૂંકાવ્યું

રાજકોટઃ રાજ્યમાં સામુહિક આપઘાતની વધુ એક ઘટના બની હતી. રાજકોટમાં માતાએ બે બાળકોન મોતને ઘાટ ઉતારી પોતે પણ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી. મળતી વિગત પ્રમાણે, નવાગામ (આણંદપર)ની શક્તિ સોસાયટી શેરી નં.6માં રહેતી 28 વર્ષીય પરિણીતાએ તેની બે પુત્રીને દઈ મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મકાનના ઉપરના માળે આવેલા રૂમમાં તેણે આ પગલું ભરી લીધું હતું. રાતે તેનો પતિ ઘરે આવ્યો ત્યારે તેને સૌથી પહેલાં આ ઘટનાની જાણ થઈ હતી. તેણે દરવાજો તોડીને અંદર જઈ ત્રણેયના મૃતદેહો નીચે ઉતાર્યા બાદ પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસના અંતે પોલીસે મહિલાએ બંને પુત્રીઓની ગળેટૂંપો દઈ હત્યા નિપજાવ્યા બાદ આપઘાત કરી લીધાનું તારણ કાઢ્યું હતું. પોલીસના જણાવ્યાનુસાર, ઘરમાં મહિલા તેની બંને પુત્રીઓ તેના પતિ ઉપરાંત સસરા સહિતનો પરિવાર રહે છે. પતિ અને સસરા રિક્ષા અને છકડો રિક્ષા ચલાવે છે. ઘટના બની ત્યારે બંને ઘરે હાજર ન હતા. સ્થળ પરથી હજૂ સુધી કોઈ સ્યૂસાઈડ નોટ મળી આવી નથી.
આ સ્થિતિમાં આ બનાવ પાછળ ખરેખર કયું કારણ જવાબદાર છે તે વિશે કોઈ માહિતી મળી નથી. છતાં તેના પતિએ પૂછપરછમાં તેની પત્નીને સંતાનમાં પુત્ર જોઈતો હતો. પરંતુ તેની પ્રાપ્તિ નહીં થતાં ડિપ્રેશનમાં રહેતાં હોવાનું કહ્યું હતું. કદાચ આ કારણથી પગલું ભર્યોનું પતિનું કહેવું છે. જેમાં કેટલું તથ્ય છે તે અંગે હવે તપાસ કરાશે. બીજું કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પણ તપાસ કરાશે.
થોડા મહિના પહેલા ડાયમંડ નગરી સુરતમાં સામુહિક આપઘાતની ઘટના બની હતી. શહેરના અમરોલી વિસ્તારમાં આર્થિક સંકડામણમાં માતા-પિતા સાથે પુત્રએ ઝેરી દવા ગટગટાવી હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.
નોંધઃ (આત્મહત્યાએ કોઈ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ લઈ શકો છો. મદદ માટે કોલ કરો) ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050
વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)
આપણ વાંચો: બિલિમોરામાં સપનું આવતાં યુવતીએ બે બાળકોની ગળું દબાવીને હત્યા કરી નાંખી



