અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાએ અરજી પરત ખેંચી…

રાજકોટઃ અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાએ અરજી પરત ખેંચી હતી. સ્યુસાઈડ નોટમાં નામનો ઉલ્લેખ ન હોવાથી આરોપીની ફરિયાદ રદ કરવા માટેની ક્રોસિંગ અરજીમાં રાહત આપવા હાઇ કોર્ટે ઈન્કાર કર્યો હતો. રાજદીપસિંહ જાડેજાએ તેમના જ રીબડા ગામના યુવાન અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પોતાની સામે થયેલી પોલીસ ફરિયાદ રદ કરવા માટે હાઇ કોર્ટમાં ક્રોસિંગ અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી હાથ ધરવામાં આવતા હાઇ કોર્ટ દ્વારા તમામ પોલીસ રિપોર્ટ ધ્યાને લઇ રાજદીપસિંહ જાડેજાની અરજી રદ કરવાનું જણાવાયું હતું.
આ ઉપરાંત અમિત ખૂંટે જે તે સમયે રાજદીપસિંહના પિતા અનિરુદ્ધસિંહને જે સજા માફી મળેલી છે તે હુકમ ગેરકાયદેસર હોય અને ગુજરાત સરકારનાં નિયમ પાલન કર્યા વગરનો હોવાનું કારણ આપી સજામાફીનો હુકમ રદ કરવા સરકારને રજૂઆત કરી હતી. આ વાતનો બદલો લેવા અનિરુદ્ધસિંહ દ્વારા અમિત ખૂંટ પર અરજી પાછી ખેંચી લેવા દબાણ કરી તેની ઉપર અન્ય આરોપીઓ સાથે મળીને હનીટ્રેપનો કેસ કરાવ્યો હતો. આ કારણથી અમિત ખૂંટે આત્મહત્યા કરી છે તેવા તારણનાં આધારે તથા તપાસનાં તમામ કાગળો તથા પુરાવા ધ્યાને લઇ રાજદીપસિંહ જાડેજાને હાઇ કોર્ટ દ્વારા કોઇ પણ રાહત આપવા ઇન્કાર કર્યો હતો, જેથી રાજદિપસિંહે પોતાની ક્રોસિંગ અરજી પરત ખેંચી હતી.