રાજકોટ

સાઇબર ક્રાઇમમાં ભયજનક વધારો, સતર્ક રહેવું જરૂરી, જાણો વિગત

રાજકોટ: રાજકોટ સાયબર કાઈમ બ્રાન્ચ દ્વારા એક પત્રકારપત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સાઇબર ક્રાઇમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે સાઇબર ક્રાઇમ અંગે રિપોર્ટ રજૂ કર્યો હતો. હાલ રાજકોટનું સાયબર ડિપાર્ટમેન્ટ આધુનિક ટેકનીક સાથે કાર્યરત છે. પરંતુ સાયબર ક્રાઇમ કરનારા પણ અતિ બુદ્ધિશાળી હોય સો ટકા રિકવરી થતી નથી. આજે પત્રકાર પરિષદમાં ઓનલાઈન થતા ફ્રોડ અંગે માહિતી આપવામાં આવી હતી.

રાજકોટ સાઈબર કાઈમ પોલીસ મથકમાં વર્ષ 2023માં 7783 અરજી આવી હતી જેમાં લોકોને 3.44 કરોડથી વધુ રકમ પરત અપાવવામાં સફળતા મળી હતી.

વર્ષ 2024 માં 7 મહીનમાં 7069 અરજીઓ આવી છે. ગત વર્ષ કરતાં આ આંકડો ઘણો મોટો છે.
જેમાં 3.79 કરોડથી વધુ રકમ પરત આપવામાં આવી.
રાજકોટ સાયબર સેલ દ્વારા લોકજાગૃતિના પણ ઘણા સેમિનાર થાય છે પરંતુ અમુક કિસ્સાઓમાં લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એવી ઘટના ઘટે છે. લોકોએ સતર્ક રહેવું જરૂરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button