રાજકોટ

રાજકોટ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી કાંડમાં પોલીસ પ્રશાસનનો મોટો ખુલાસો, ત્રણ જણ પકડાયા…

અમદાવાદ: રાજકોટના રૈયા સર્કલ નજીક આવેલી પાયલ મેટરનીટી હોસ્પિટલમાં મહિલાઓની સારવાર કરતા હોય તેવા અંગત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે કાર્યવાહી કરીને મહારાષ્ટ્રથી બે અને ઉત્તર પ્રદેશથી એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસ અંગે સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી.

Also read : ગુજરાતમાં 25 ટકા ગુનાઓ ચાર મહાનગરોમાં નોંધાય છે; પોલીસે ‘SHASHTRA’ પ્રોજેક્ટ લાગુ કર્યો

JCP શરદ સિંઘલની પ્રેસ-કોન્ફરન્સ
રાજકોટની પાયલ મેટરનીટી હોસ્પિટલમાં મહિલાઓની સારવાર કરતા હોય તેવા અંગત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના કેસમાં મામલે JCP શરદ સિંઘલ દ્વારા પ્રેસ-કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કેસની તપાસમાં રાજકોટ ક્રાઇમની ઘણી મહત્ત્વની મદદ મળી છે. આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં લાતૂરના રહેવાસી પ્રજ્વલ અશોક તૈલી, સાંગલીના રહેવાસી પ્રજ રાજેન્દ્ર પાટીલ તેમજ પ્રયાગરાજના રહેવાસી ચંદ્રપ્રકાશ ફૂલચંદનો સમાવેશ થાય છે.

CCTV IP નને કરાયા હેક
વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટની જે હોસ્પિટલમાં સીસીટીવી યુટ્યૂબ ચેનલમાં અપલોડ કરવામાં આવ્યા હતા એ સીસીટીવી કેમેરાના આઈપીના આધારે ફૂટેજ હેક કરવામાં આવ્યા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે અને ત્યારબાદ આ ફૂટેજને સોશિયલ મીડિયા પર વેચવામાં આવી હતી. આથી ત્રણ મહિનાના CCTV IPની તપાસ કરવામાં આવી છે.

સાંગલી અને લાતુરથી ચાલતી ટેલિગ્રામ ચેનલ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ટેલિગ્રામ ચેનલ મહારાષ્ટ્રના સાંગલી અને લાતુરથી ચલાવવામાં થતી હતી. ટીમ દ્વારા મહારાષ્ટ્ર અને પ્રયાગરાજમાં તપાસ કરવામાં આવી હતી. ફુલચંદ્ર નામની બીજી વ્યક્તિ ટેલિગ્રામ ચેનલ ચલાવતો હતો. રોમાનિયા અને એટલાન્ટાના હેકર સાથે પ્રજ્વલ સંપર્કમાં હતો.

Also read : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો કોંગ્રેસના હંગામાંથી પ્રારંભ…

પ્રજ્વલ તૈલી મુખ્ય આરોપી
તેમણે જણાવ્યું હતું કે પ્રજ્વલ તૈલી આ સમગ્ર CCTV કાંડનો મુખ્ય આરોપી છે. હાલ આ મામલે આરોપીઓની પૂછપરછ ચાલુ છે. તેમણે કહ્યું હતું કે આવી ઘટના અન્ય હોસ્પિટલમાં પણ સર્જાય હોવાની આશંકા છે. તેમણે કહ્યું હતું કે આરોપીઓને આવતીકાલે અમદાવાદ ખાતે લાવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button