ગોંડલરાજકોટ

ગોંડલમાં યુવકે કર્યો કમળપૂજાનો પ્રયાસ: મંદિરમાં પોતાનું જ ગળું કાપી નાંખ્યું

ગોંડલ: વિજ્ઞાન અને ટેકનોલોજીની સદીના યુગમાં પણ અમુક બનાવો આપણને ફરી 18મી સદીની યાદ અપાવે છે. આવો જ એક કિસ્સો રાજકોટના ગોંડલમાં બન્યો છે કે જ્યાં એક યુવકે કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો છે. ગોંડલ તાલુકાના ભોજપરા ગામે યુવકે છરી વડે જાતે પોતાનું ગળું કાપી કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો છે. હાલ આધેડની હાલત ગંભીર હોય તેને પ્રથમ ગોંડલ અને બાદમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ‘અંધશ્રદ્ધા વિરોધી બિલ’ સર્વાનુમતે પસાર, જાણો જોગવાઈઓ?

પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલમાં જેતપુર રોડ પર આવેલી આસોપાલવ સોસાયટીમાં રહેતાં ધર્મેન્દ્રસિંહ ઝાલા આજ સવારે ભોજપરા વિસ્તારમાં નુતન સ્કૂલ પાસે આવેલા ચંદ્રમૌલેશ્વર મંદિરે ગયા હતાં અને શિવલિંગની પૂજા બાદ તેમણે પોતાના ગળા પર છરી ફેરવી કમળપૂજા કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમની લોહીલુહાણ હાલત જોઇને દર્શને આવેલા ભક્તો તેમજ મંદિરના પૂજારી દોડી આવ્યા હતા હતા અને ગોંડલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદામાં પણ મતોનું રાજકારણ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ:

47 વર્ષીય ધર્મેન્દ્રસિંહ ઝાલાને પ્રથમ ગોંડલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની હાલત વધુ ગંભીર હોય તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હજુ કમળપૂજા પાછળનું કારણ અકબંધ છે. આ બનાવ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીએ એન્ટ્રી કરીને ગોંડલ પોલીસને જાણ કરી છે.

ગયા વર્ષે જ બન્યો હતો અંધશ્રદ્ધાનો બનાવ:

હજુ પણ અંધશ્રદ્ધાના બનાવો સમાજમાં બનતા રહે છે. ગયા વર્ષે જ વીછિંયા તાલુકામાં એક અંધશ્રદ્ધાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં વીછિંયાના હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેના પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણાએ રાત્રે તાંત્રિક વિધિ કરી હતી. ત્યાર બાદ બંનેએ કમળ પૂજા કરી દીધી હતી. રાતે તાંત્રિક વિધિની પૂજા કરીને હવનના કુંડમાં મસ્તક હોમી દીધા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button