સૌરાષ્ટ્રના આ શહેરમાં શિક્ષક-શિક્ષિકાએ કર્યું ગંદુ કામઃ યુવતી પર દુષ્કર્મ આચર્યું, બ્લેકમેઇલ કરી લાખો પડાવ્યા

રાજકોટઃ શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. શહેરની એક યુવતીને ફસાવીને તેની પર દુષ્કર્મ આચરવા, ન્યૂડ ફોટા-વિડીયો ઉતારી બ્લેકમેઇલ કરવા અને ધમકી આપી લાખો રૂપિયા પડાવવાના આરોપસર એક સરકારી શિક્ષક અને શિક્ષિકા વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
શું છે સમગ્ર મામલો?
ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ તે આરોપી પ્રીતિ ઘેટીયા (મોરબી જિલ્લામાં સરકારી શિક્ષિકા)ના સંપર્કમાં આવી હતી. પ્રીતિએ તેને બીજા આરોપી મુકેશ સોલંકી (પડધરીની સરકારી શાળાના શિક્ષક) સાથે પરિચય કરાવ્યો હતો. આ ગુનાહિત કાવતરાના ભાગરૂપે, આરોપી મુકેશે સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે આવેલા રવિ એપાર્ટમેન્ટમાં પ્રીતિના ફ્લેટ પર યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ન્યૂડ ફોટા-વીડિયોથી બ્લેકમેઇલિંગ
દુષ્કર્મ આચર્યા બાદ બંને આરોપીઓએ યુવતીના ન્યૂડ ફોટા પાડી વીડિયો ઉતારી લીધા હતા અને તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. આ ધમકીઓ આપીને તેમણે યુવતી પાસેથી કટકે-કટકે કુલ રૂ. 4.25 લાખ બળજબરીથી કઢાવી લીધા હતા. એટલું જ નહીં, આરોપી મુકેશે યુવતીને કારના ચાર્જિંગ વાયર અને કળા વડે માર મારીને ઈજા પણ પહોંચાડી હતી.
લગ્ન પણ ધમકી આપીને રોકાવ્યા
ફરિયાદ મુજબ, આ બ્લેકમેઇલર્સ અહીંથી પણ અટક્યા નહોતા. જ્યારે યુવતીના લગ્ન નક્કી થયા, ત્યારે આ બંને શખસો ત્યાં ધસી આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેના લગ્ન પણ રોકાવી દીધા હતા. આખરે, આરોપીઓના સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળીને યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આપણ વાંચો: જીત પાબારી આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ શરૂ; ડિપ્રેશન, દુષ્કર્મ કેસ કે ધંધો? તપાસમાં થશે નવા ખુલાસા



