રાજકોટ

અપ્રમાણસર મિલ્કતના કેસમાં સાગઠીયા સામે 800 પાનાંની ચાર્જશીટ

રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર TRP ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડના કેસમાં તપાસ દરમિયાન ફરજ પર બેદરકારી દાખવવાના અને ભ્રષ્ટાચાર કરવાના કેસમાં ઝડતી કરવામાં આવેલ મનસુખ સાગઠીયા પાસેથી તપાસ દરમિયાન 28 કરોડની અપ્રમાણસર મિલ્કત મળી આવી છે. જેના કેસમાં આજે કોર્ટમાં 800 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

રાજકોટમાં 28 મેના રોજ TRP ગેમઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં 27 લોકોના જીવનો ભોગ લેવાયો છે. ટીઆરપી ગેમઝોનના કેસની તપાસ દરમિયાન મુખ્ય આરોપી સાથે સંકળાયેલ રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફીસર મનસુખ સાગઠીયાની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં આરોપી સાગઠિયા પાસેથી ACBને 28 કરોડની અપ્રમાણસર મિલ્કત મળી આવી હતી.

તપાસમાં મળી આવેલી અપ્રમાણસર મિલકતના કેસની તપાસ દરમિયાન સાગઠીયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ અલગથી કેસ નોંધાયો. જો કે આ કેસની તપાસમાં સાગઠીયાના પરિવારજનોના નામે વસાવેલી મોટા મિલ્કતો મળી આવી હતી. સાગઠિયાના પરિવારજનોના નામે મિલકત હોય આથી તપાસનો રેલો તેમના સુધી આવે અને ધરપકડ થાય તેવી દહેશતથી બચવા પરિજનોએ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker