રાજકોટમાં સગીરના જીવતા વાળ ખેંચી સજા આપવાના કેસમાં 2 કોન્સ્ટેબલની બદલી, ACP ભારાઈ પર આક્ષેપ

રાજકોટ: થોડા દિવસ પહેલા રાજકોટના ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં ચોરી જેવા ગુનાના એક સગીર આરોપીને પોલીસ દ્વારા ‘જીવતા વાળ ખેંચી તાલિબાની સજા’ આપવામાં આવી હોવાના વાયરલ વીડિયોએ ભારે ચકચાર મચાવી હતી. આ મામલે સગીર આરોપીના દાદીએ ACP, PI, PSI સહિત 4 પોલીસ વિરુદ્ધ કરેલી ફરિયાદમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા.
મળતી વિગતો અનુસાર, રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ચોરી જેવા ગુનાના એક સગીર આરોપીને પોલીસ દ્વારા ‘જીવતા વાળ ખેંચી તાલિબાની સજા’ આપવામાં આવી હોવાના વાયરલ વીડિયોએ ભારે ચકચાર મચાવી હતી. ત્યારે હવે આ મામલે સગીર આરોપીના દાદી દ્વારા ACP, PI, PSI સહિત 4 પોલીસ વિરુદ્ધ કરેલી ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે કાર્યવાહી કરતાં 2 પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને બંનેની બદલી કરી દેવામાં આવી છે.
સગીરને તાલિબાની સજા આપવાના આ સનસનાટીપૂર્ણ મામલામાં રાજકોટના પોલીસ કમિશનર દ્વારા તત્કાળ તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. પોલીસ કમિશનરના આદેશ બાદ કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં તાત્કાલિક અસરથી બે કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે: પ્રદિપ ડાંગર નામના કોન્સ્ટેબલની હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે. સહદેવસિંહ જાડેજા નામના કોન્સ્ટેબલની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે. પ્રાથમિક બદલીઓ બાદ, આ સમગ્ર ઘટનાનો અંતિમ રિપોર્ટ આવ્યા પછી એસીપી સહિત અન્ય અધિકારીઓ વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી થાય તેવી પ્રબળ શક્યતા છે.
સગીર આરોપીના દાદીએ પોલીસ કમિશનરને કરેલી અરજીમાં ACP રાધિકા ભારાઈ પર ગંભીર આરોપ કરવામાં આવ્યા છે. અરજીમાં ઉપયોગ કરવામાં આવેલા શબ્દો અનુસાર, એસીપી રાધિકા ભારાઈએ પોલીસકર્મીઓને આદેશ આપ્યો હતો કે: “જે હેરસ્ટાઇલ કરીને આવ્યો તેને ખેંચીને કાઢો અને ઠોકો સાલાને.” ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે તાલિબાની સજા આપનાર પોલીસે તેને કહ્યું હતું કે, “અમારી માં એસીપીનો આદેશ છે, તને મારવો પડશે જ.”
આ પણ વાંચો…રાજકોટમાં દારૂ પીને ન આવવા ટકોર કરતાં ખૂની ખેલ! ધોકા અને પાઇપથી હુમલો, કારમાં તોડફોડ