રાજકોટ

રાજકોટ હોસ્પિટલમાં મહિલાઓના અંગત વીડિયો વેચવાનું કૌભાંડઃ મહારાષ્ટ્રમાંથી 2 ઝડપાયાં…

રાજકોટ: રાજકોટના રૈયા સર્કલ નજીક આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓની સારવાર કરતા હોય તેવા અંગત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવતા હોવાનો ખુલાસો થતાં રાજ્ય સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં અમદાવાદ સાઈબર ક્રાઇમે કાર્યવાહી કરીને મહારાષ્ટ્રના બે આરોપીની ધરપકડ કરી છે.

Also read : સુરતમાં ‘ગ્રીષ્મા હત્યાકાંડ’ જેવી ઘટના! 20 વર્ષીય યુવતીની કરી ક્રૂરતાપૂર્વક હત્યા

બે આરોપીની ધરપકડ
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા સર્કલ નજીક આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડના ખુલાસા બાદ ખળભળાટ મચી ગયો છે. ત્યારે હવે તે કેસની તપાસ કરનાર અમદાવાદ સાયબર ક્રાઇમે બે આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપી મહારાષ્ટ્રના છે. આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના વીડિયોની મોટી રકમ લઈને વેચતા હોવાની પણ વિગતો અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચને પ્રાપ્ત થઈ છે.

CCTV IPના આધારે કરાયા કેમેરા હેક
તે ઉપરાંત એવી પણ વિગતો મળી રહી છે કે રાજકોટની હોસ્પિટલમાંથી સીસીટીવી આઇપી એડ્રેસના આધારે હેક કરવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં અમદાવાદ સાઇબર ક્રાઇમ દ્વારા બંને આરોપીને મહારાષ્ટ્રથી ગુજરાત લાવવામાં આવશે. રાજકોટના રૈયા ચોક નજીક આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના CCTV વીડિયોને યુ-ટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ બનાવીને બતાવવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો હતો.

Also read : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો વચ્ચે દેવગઢ બારિયામાં હિંસાનો બનાવઃ ત્રણ જણ ઘાયલ

સિટી સ્કેનથી લઈ ગાયનેક તપાસના 2,500થી વધુ વીડિયો
આ વિડિયોમાં મહિલાઓના બ્રેસ્ટ ચેક, સોનોગ્રાફી, ગાયનેક સારવાર, બાળકનાં જન્મથી લઇને સિટી સ્કેન ચેકઅપ સહિતના વીડિયો માટે જુદા જુદા ફોલ્ડર પણ બનાવવામાં આવ્યા છે. આ ફોલ્ડરમાં બાળક જન્મનાં 50, એક્સ-રેનાં 250થી વધુ, ઇન્જેક્શનનાં 250થી વધુ અને ગાયનેક તપાસનાં 2500થી વધુ વીડિયો ક્લીપ ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button