ફિલ્મમાં એક્ટ્રેસ બનાવવાની લાલચ આપી… રાજકોટમાં ૧૫ વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ, પોક્સો હેઠળ ધરપકડ

રાજકોટ: શહેરમાં બળાત્કારનો એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ફિલ્મ પ્રોડ્યુસર કમ ડાયરેકટર કમ એકટર જયેશ ઠાકોરે 15 વર્ષની સગીરાને ફિલ્મમાં એક્ટ્રેસ બનાવવાની લાલચ આપીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ગાંધીગ્રામ 2 (યુનિવર્સિટી પોલીસ) સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ મામલે કાર્યવાહી કરતાં દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો.
મળતી વિગતો અનુસાર, ફરિયાદની વિગતો અનુસાર, આરોપી જયેશ ઠાકોર (રહે. રેલનગર) ફિલ્મ પ્રોડ્યુસર કમ ડાયરેકટર કમ એકટર તરીકે કામ કરે છે તેમજ તે પોતે રાજકીય આગેવાન છે તેમ ગણાવી તેની ઓળખ જયેશ હંસરાજ ઠાકોર તરીકે આપી હતી. દોઢ વર્ષ પહેલા પિતાના અવસાન બાદ માતા-પુત્રી બંને જ એકલા જ રહે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા દ્વારા ઓડિશનની જાહેરાતથી સગીરા તે અને તેમની માતા બંન્ને જયેશ ઠાકોરની શહેરમાં પાટીદાર ચોક સાધુવાસવાણી રોડ પાસે આવેલી બાદશાહ ડાન્સ ક્લાસિસ ચાલુ હોય ત્યાં ઓડિશન દેવા માટે ગઈ હતી.
આ દરમિયાન ફિલ્મ પ્રોડ્યુસર કમ ડાયરેકટર કમ એકટર જયેશ ઠાકોરે ૧૫ વર્ષની તરૂણીને ફિલ્મમાં હિરોઇન તરીકે સાઇન કરવાની લાલચ આપી તેના પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીએ ઓડિશન બાદ કોઈને કોઈ કામથી તરૂણીને ઓફિસ પર બોલાવી શરીર સંબંધ બાંધ્યો હતો, ઘણી વખત ખાવાપીવાની વસ્તુ આપીને બેભાન કરીને દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ તપાસ કરી રહી છે.
આપણ વાંચો: અમદાવાદના મોલમાં ચેન્જિગ રૂમમાં કેમેરાઃ એક છોકરીની સતર્કતા કામ લાગી