સૌરાષ્ટ્ર

રાજકોટનો લાયન સફારી પાર્ક ઉનાળામાં જ ખુલ્લો મૂકાય તેવી શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
વિશ્વભરના લોકો એશિયાટિક લાયન જોવા માટે સૌરાષ્ટ્રના સાસણના જંગલોમાં આવે છે. સાસણમાં લાયન સફારી પાર્ક પણ છે ત્યારે તેના જેવો જ સફાર પાર્ક રાજકોટ મનપા પણ બનાવી રહી છે. મળતી માહિતી અનુસાર તેનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને અગામી એપ્રિલ-મેમાં આ પાર્ક લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે, તેમ સૂત્રો જણાવી રહ્યા છે. હાલમાં સફારી પાર્કનું કામ 80 ટકા જેટલું થઈ ગયું છે.

રાજકોટના શહેરીજનો અને રાજકોટ આવતા લોકો માટે ફરવાનું એક વધુ સ્થળ મળે તે માટે મનપા દ્વારા પ્રદ્યુમન પાર્ક ઝૂની બાજુમાં આવેલી જગ્યા પર એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. લગભગ રૂા.44 કરોડના ખર્ચે 29 હેકટર જગ્યા પર પાર્ક બની રહ્યો છે.

આ પણ વાચો : જૂનાગઢમાં પ્લાસ્ટિક ખાતા હરણના વીડિયો અંગે વન વિભાગના પ્રધાને કરી સ્પષ્ટતા

આ કામ સાત તબક્કામા શરૂ કરવામાં આવ્યું હતું જેના ચાર તબક્કા પૂરા થઈ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કામની મર્યાદા જૂન 2026 છે, પરંતુ મર્ચ મહિનામાં પૂરું થશે, તેવી આશા મનપાના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button