સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ કુસ્તી સ્પર્ધામા સ્પોર્ટ્સ પ્રોફેસરો (PTI) વચ્ચે જાહેરમાં કુસ્તી

રાજકોટ: ગઈકાલે ફ્રી સ્ટાઈલ કુસ્તી કોમ્પિટિશન પૂર્ણ થઈ આજે ગ્રીકો રોમન કુસ્તી સ્પર્ધા હતી. પ્રો સિસ્ટમ ચાલુ હતી ત્યારે લો કોલેજના પી.ટી.આઈ રોનક સરે વાંધો લેતા જણાવ્યું હતું કે તમે જે રીતે ડ્રો પાડો છો તે નિયમાવલીમાં ક્યાં લખ્યું છે તે જણાવો. અને ગરમા ગરમી શરૂ થઈ.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની થશે કાયાપલટ : આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગેસ્ટ હાઉસ અને ભવનોનું થશે રીનોવેશન
સ્પર્ધામા ડ્રો નિયમ વિરુદ્ધ થવાથી સરકારી લો કોલેજના PTI એ વાંધો ઉઠાવીને રૂલ બૂક માંગતા જે.જે.કુંડલિયા કોલેજના PTI ભાલિયા મારામારી પર ઉતરી આવ્યા હતા.
યુનિવર્સિટીના શા.શી. વિભાગના નિયામક છેલ્લા ઘણા સમયથી વિવાદોમા છે.
થોડા સમય પહેલા ખાનગી એકેડીમીઓને મફતમા ગ્રાઉન્ડો આપવા અને કબ્બડી સ્પર્ધામા વ્હાલા દવલાની નીતિ રાખવા બાબતે પણ વિવાદ થયા હતા.
કુસ્તી સ્પર્ધામા આવેલા રમતવીરો મારામારીના દ્રશ્યો જોઈ ચોંકી ગયા હતા.
પ્રોફેસર રોનક આજે યુનિવર્સિટીએ ફરિયાદ કરવા ગયા હતા પરંતુ યુનિવર્સિટી કુલપતિ રજા પર હોય શક્ય બન્યું ન હતું. લેખિતમાં વાંધા રજુ થશે અને ફરિયાદ પણ થશે તેવું જાણવા મળે છે.
ખરેખર તો આવા વિવાદ થાય ત્યારે એક લવાદ સમિતિ હોય છે જે પ્રશ્નનો નિરાકરણ લાવે પરંતુ સાંભળવા એવું પણ મળ્યું છે કે કોઈ લવાજ સમિતિ છે નહીં જેથી સામસામા ફડાકા મારી પ્રશ્નનો નિરાકરણ લાવવાનો પ્રયત્ન થતો હશે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિ.ના વિદ્યાર્થિઓ ડોલ લઈ કુલપતિના બંગલે પહોંચ્યા, જાણો શું છે કારણ
આમ ખેલશે ગુજરાત રમશે ગુજરાતના સુત્ર સાથે રાજ્ય સરકારના પ્રોજેક્ટોપર સૌ.યુની.ના સત્તાધીશો પાણી ફેરવવાનું કાર્ય કરી રહ્યા છે.