પોરબંદર

પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભરશિયાળે કેસર કેરીનું આગમન, રેકોર્ડ ભાવે હરાજી…

પોરબંદર: ફળોના રાજા કહેવાતી કેસર કેરી સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં બજારમાં આવે છે, પરંતુ આ વર્ષે ભરશિયાળે જ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. આ ઘટના ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં કદાચ પ્રથમ વખત બની છે.

જેનાથી ખેડૂતો, વેપારીઓ અને કેરીપ્રેમીઓમાં આશ્ચર્ય અને ઉત્સાહનો માહોલ છવાયો છે. સામાન્ય રીતે કેરીની સીઝન માર્ચ-એપ્રિલથી શરૂ થાય છે, પરંતુ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ અને ઋતુચક્રમાં થયેલા ફેરફારને કારણે આંબા પર પાંચ મહિના વહેલા કેરી આવી ગઈ છે.

પ્રતિ કિલો કેરીનો ભાવ રૂ. 1,251 રહ્યો

આ અંગે મળતી વિગત મુજબ, પોરબંદર જિલ્લાના હનુમાનગઢ ગામના ખેડૂતના બગીચામાંથી આવેલી આ કેસર કેરીનું એક બોક્સ (આશરે 10 કિલો) સુદામા ફ્રુટ કંપની ખાતે માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યું હતું. જો કે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, આ એક બોક્સ કેસર કેરીની હરાજી રૂ. 12,510ના ઉંચા ભાવે થઈ હતી. એટલે કે પ્રતિ કિલો કેરીનો ભાવ રૂ. 1,251 રહ્યો, જે ઐતિહાસિક છે. હરાજીમાં ભાગ લેનાર વેપારીઓએ આનંદ વ્યક્ત કરતાં પેંડા વહેંચીને મોઢું મીઠું કરાવ્યું હતું.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button