પોરબંદર

પોરબંદરમાં ક્રેડિટ સોસાયટીના સંચાલકે કરોડોનું ‘ફૂલેકું’ ફેરવ્યું: 650 લોકો ભોગ બન્યા

Porbandar News: પોરબંદરમાં ક્રેડિટ સોસાયટીના સંચાલકે જ કરોડો રુપિયાનું ફૂલેકું ફેરવ્યું હતું. જેનો આશરે 650 જેટલા લોકો ભોગ બન્યા હતા. પોરબંદરમાં એક પુરુષે જલારામ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી બનાવી તેમાં 650 જેટલા થાપણદાર ફસાવી કરોડો રુપિયાનું ફુલેકું ફેરવી નાખ્યુ હતું.

પોરબંદર ચોપડે થયેલી અરજીઓના આંકડા મુજબ 6 કરોડ સુધી કૌભાંડ પહોચ્યો હતો. ત્રણ આરોપી પૈકી એક આરોપી પોરબંદર પોલીસે ધરપકડ કરી હતી અને હજુ મુખ્ય આરોપી દંપતી પોલીસ પકડથી દૂર છે, એમ પોલીસે જણાવ્યું હતું.
પોરબંદર ખાતે રહેતા જયેશભાઈ દેવશીભાઈ વરવાડીયા નામના વ્યકિતએ સંજયભાઈ વિનોદરાય દાવડા તેમના પત્નિ સપનાબેન સંજયભાઈ દાવડા અને પુત્ર મનન સંજયભાઈ દાવડા સામે ફરીયાદ નોધાવી હતી. ફરિયાદ અનુસાર આરોપીઓએ અગાઉથી જ પૂર્વ આયોજિત કાવતરૂ રચ્યું હતું અને પોરબંદર જલારામ ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટી લિ. નામની સહકારી મંડળીના આશરે 650 જેટલા થાપણદારો તથા સભાસદો બનાવ્યા હતા.

આ પણ વાંચો: “ગુજરાતને દરિયે ડ્રગ્સનાં મોજા” પોરબંદરથી ઝડપાયું 1700 કરોડની કિંમતનું ડ્રગ્સ; 8ની ધરપકડ…

આ થાપણદારો અને સભાસદોને રાષ્ટ્રીયકૃત બેંક તથા અન્ય સંસ્થાઓ કરતાં ફિકસ ડિપોઝિટ તથા દૈનિક બચતની રકમ ઉપર ઉંચા દરે વ્યાજ આપવાની લોભામણી લાલચો આપી હતી. થાપણદારો તથા સભાસદો પાસેથી ડિપોઝિટ તથા દૈનિક બચત તરીકે માતબર રકમ મેળવી હતી.

પોરબંદરમાં પોલીસ ચોપડે થયેલી અરજીઓના આંકડા મુજબ 6 કરોડ સુધી કૌભાંડનો આંકડો પહોચ્યો છે, જેમાં શાકભાજી, સફાઇ કર્મચારી, દુકાનદાર અને રેકડીધારક જેવા તમામ વર્ગ ધંધાર્થી અને નાના વ્યકિતએ જલારામ જલારામ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીમાં પૈસાનું રોકાણ કર્યુ હતું. આ કેસમાં આરોપી મનન દાવડા ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી સંજય અને સપના દાવડા હજુ ફરાર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button