પોરબંદરમાં શ્વાનનો આતંક: ૨ મહિનાના બાળકને ફાડી ખાતા અરેરાટી…

પોરબંદરઃ જિલ્લાના કોટડા ગામે હિંસક શ્વાને ઘોડિયામાં સૂતેલા માત્ર બે માસના બાળક પર હુમલો કરી તેને ફાડી ખાધું હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. બાળકનાં પરિવારજનોએ પોતાના એકના એક સંતાનને ગુમાવતાં ભારે આઘાતમાં સરી પડ્યા હતા.
પોરબંદરના કુતિયાણાના કોટડા ગામે વાડી વિસ્તારમાંથી ઘોડિયામાં સૂતા બે મહિનાના બાળક પર ચાર જેટલાં શ્વાને આવીને હુમલો કર્યો હતો. બાળકના રડવાનો અવાજ સાંભળીને વાડીમાં કામ કરી રહેલા તેનાં માતા-પિતા દોડી આવ્યાં હતાં. તેમણે બાળકને શ્વાનના હુમલામાંથી છોડાવવાનો અને બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ કમનસીબે ત્યાં સુધીમાં કૂતરાઓએ બાળકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
શ્વાનના હુમલામાં થયેલી ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન વિશાલનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ સ્થાનિકોએ તંત્રને રખડતા શ્વાન માટે નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી હતી.
આ પણ વાંચો…અમદાવાદના હાથીજણમાં ચાર મહિનાની બાળકી પર શ્વાનનો હુમલો, સારવારમાં મોત…