કુતિયાણાના પૂર્વ ધારાસભ્યના પત્ની હિરલબા જાડેજાની ધરપકડ, લાગ્યો ગંભીર આરોપ

કુતિયાણા: કુતિયાણાના પૂર્વ ધારાસભ્યના ભૂરા મુંજા જાડેજાની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. હાર્બર મરીન પોલીસે હિરલબા જાડેજાને અપહરણના ગુનામો ફરિયાદ નોંધીને ધરપકડ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મૂળ પોરબંદરની અને ઇઝરાયલમાં રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ એક વીડિયો વાયરલ કરીને હિરલબા જાડેજા પર અપહરણનો આરોપ લગાવ્યો હતો. જે વીડિયામાં હિરલબા જાડેજા પર લીલુ ઓડેદરાએ પતિ, પિતા અને દીકરાના અપહરણનો આરોપ લગાવ્યો હતો. જેથી આ કેસમાં હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે.
એક મહિલાએ હિરલબા જાડેજા પર અપહરણનો આરોપ લગાવ્યો
પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાની પત્નીની હિરલબા જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે કે, કારણે કે, અપહરણ સાથે સાથે પૈસાની લેતી-દેતીમાં મહિલાના પતિ અને દીકરા પાસે ઉઘરાણી કરવામાં આવતી હોવાનો પણ આરોપ લાગ્યો છે. મહિલાએ વીડિયો વાયરલ કરીને હિરલબા જાડેજાના માણલો તેના પતિ અને દીકરાનું અપહરણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. જેથી હાર્બર મરીન પોલીસે હરલબા જાડેજા સાથે 7 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આપણ વાંચો: આજે ગુજરાતનો 65મો સ્થાપના દિવસ, જાણો ભાષાના આધારે બનેલા રાજ્યનો સંપૂર્ણ ઇતિહાસ
હિરલબા જાડેજા સહિત 7 લોકોની ધરપકડ કરી કરવામાં આવી
હિરલબા જાડેજાએ 70 લાખની ઉઘરાણી કરી હોવાનો આરોપ છે, આ સાથે હિરલબાએ લીલુ ઓડેદરાના પતિ અને બાળકને તેમના નિવાસ સ્થાને બાંધી રખ્યા હોવાનો પણ આરોપ છે. જેથી હવે તેમની મુશ્કેલીઓ વધી શકે છે. ફરિયાદના આધારે પોલીસ દ્વારા હિરલબા જાડેજા સહિત 7 લોકોની ધરપકડ કરી છે, જો કે, આ મામલે સાચી હકીકત શું છે તે મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પરંતુ હિરલબાની ધરપકડ કરવામાં આવતા સમગ્ર પંથકમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.