પોરબંદરમાં જેટ્ટી પર ઉભેલા વહાણમાં આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

પોરબંદર : ગુજરાતના પોરબંદરમાં જેટ્ટી પર ઉભેલા વહાણમાં આગ લાગી હતી. આગ લાગી ત્યારે વહાણ દરિયામાં હતું. આ વહાણ જામનગરની કંપની એચઆરએમ એન્ડ સન્સનું છે. જેમાં ચોખા અને ખાંડ ભરેલા છે. આ વહાણ પોરબંદરથી સોમાલિયા ના બોસોસો જઈ રહ્યું હતું. જોકે, વહાણમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આગ વધતા વહાણને દરિયામાં ખેંચી લેવામાં આવ્યું છે. તેમજ હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
#WATCH | Gujarat | A ship anchored at Porbandar Subhashnagar Jetty caught fire.
— ANI (@ANI) September 22, 2025
The ship, which belongs to Jamnagar-based HRM & Sons, loaded with rice and sugar, caught fire, and three fire brigade vehicles arrived at the scene. The ship was towed to the middle of the sea as the… pic.twitter.com/30qIN02cv7
ખાંડ અને ચોખાનો જથ્થો બળીને ખાખ
આ વહાણમાં આગ લાગતા તેમાં રહેલા ખાંડ અને ચોખાના જથ્થાને ભારે નુકશાન થયું છે. આગ એટલી વિકરાળ હતું કે તેનો ધુમાડો દુરથી જોવા મળતો હતો. આ આગ કેમ લાગી તે અંગે હજુ કોઈ ખુલાસો થયો નથી. તેમજ આ વહાણમાં ખાંડ હોવાના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના લીધે ત્યાં હાજર લોકોને આગ ઓલવવાનો મોકો મળ્યો ન હતો. આગમાં ખાંડ અને ચોખાનો જથ્થો બળીને ખાખ થયો હતો.
આપણ વાંચો: અમદાવાદમાં ઓવરલોડ લક્ઝરી બસે યુવકનો ભોગ લીધો: ઝાડની ડાળ તૂટી પડતા મોત, ચાલક સામે ગુનો દાખલ