ગુજરાતના ઐતિહાસિક માધવપુર ઘેડના મેળામા 6.76 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી

ગાંધીનગર: ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે માધવપુર ઘેડ મેળાનું પોરબંદર ખાતે ગત તા. 6 થી 10 એપ્રિલ સુધી 5 દિવસ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણએ રાણી રૂક્ષમણી સાથે પોરબંદરના માધવપુરમાં લગ્ન કર્યા હતા તેની યાદમાં દર વર્ષે સાંસ્કૃતિક મેળાના સ્વરૂપમાં માધવપુર ખાતે ઉજવણી કરવામાં આવે છે.
ગુજરાત અને નોર્થ ઈસ્ટની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ આકર્ષણ જમાવ્યું
આ વર્ષે ગુજરાત સહિત દેશભરના 6,76,308 જેટલા શ્રદ્ધાળુઓ માધવપુર ઘેડ મેળામાં સહભાગી થયા હતા. માધવપુર ખાતે દર રોજ સાંજે ગુજરાત તથા નોર્થ ઇસ્ટના કૂલ 1685 કલાકારો દ્વારા દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી હતી. ગુજરાત સહિત ઉત્તરપૂર્વના 8 રાજ્યો – ‘અષ્ટલક્ષ્મી’ માધવપુર ઘેડ મેળામાં સહભાગી થયા હતા. ગુજરાત અને નોર્થ ઈસ્ટની વિવિધ ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ અનોખું આકર્ષણ જમાવ્યું હતું.
આ પણ વાંચો: સોરઠની સંસ્કૃતિ, સમૃદ્ધિ ને સાધૂતાના કરો દર્શન માધવપુરના મેળામાં…
માધવપુર ધેડ ખાતે ગુજરાતના 48 તથા નોર્થ ઇસ્ટના આઠ રાજ્યોના 152 સ્ટોલ્સ એમ કુલ 200 સ્ટોલમાં રૂ. 1,23,75,904 ની રકમની વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પારંપરિક લગ્ન બાદ ભગવાન શ્રી કૃષ્ણ ane દેવી રુકમણી નું દ્વારકા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે શ્રી કૃષ્ણ અને રુક્ષમણીજીના જીવન આધારિત થીમ પર ભવ્ય મલ્ટી મીડિયા શોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.માધવપુર મેળા દરમિયાન 50 ફૂડ સ્ટોલ પૈકી 8 ફૂડ સ્ટોલ નોર્થ ઈસ્ટ રાજ્યોને ફાળવવામાં આવ્યા હતા. નાગરીકોએ નોર્થ ઈસ્ટના ભોજનનો સ્વાદ માણ્યો હતો.
10,078 મુલાકાતીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો
આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી હતી. પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. જેમાં તા. 1 એપ્રિલ, સુરતમાં ઇનડોર સ્ટેડિયમ ખાતે 4715 મુલાકાતીઓએ ૪૦૦થી વધુ કલાકારો દ્વારા પ્રસ્તૃત કરવામાં આવેલ કાર્યક્રમ નીહાળ્યો હતો. તા. 2 એપ્રિલે વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે 4387 મુલાકાતીઓ, તા. 3 એપ્રિલ અમદાવાદમાં ટ્રાન્સ્ટેડિયા ખાતે ખાતે 10,078 મુલાકાતીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.
આ ઉપરાંત અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે તા. 30 માર્ચથી 4એપ્રિલ દરમિયાન NEHHDC ના સંકલનથી હાટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસામ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરાના 40 કરીગરો તથા ગુજરાતના 140 કારીગરોએ ભાગ લીધો હતો. આ હસ્તકલા હાટમાં કારીગરોએ રૂ. 21,70,075 ની રકમની વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું.
શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહ આધારિત થીમ
માધવપુર મેળા દરમ્યાન માધવપુર, પોરબંદર, શિવરાજપુર તથા સોમનાથના દરિયાકાંઠે રેતી શિલ્પ કૃતિઓ બનાવવામાં આવી હતી. મેળા દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં જૂડો, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ, બીચ કબ્બડી, 100 મી. રન, 7A સાઈડ બીચ ફૂટબોલ જેવી વિવિધ રમતોનું આયોજન કરાયું હતું. પ્રવાસન નિગમ દ્વારા દરેક સ્થળો ખાતે શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહ આધારિત થીમ પર ટેમ્પરરરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લાઇટ અને સાઉન્ડ સિસ્ટમ અને ઈવેન્ટ મેનેજમેન્ટનું આયોજન કરાયું હતું.