પોરબંદર
જળજળાકાર પોરબંદર જુઓ તસવીરી ઝલક- 48 કલાકમાં 30 ઇંચ વરસાદ
છેલ્લા 48 કલાકથી પોરબંદર -દ્વારિકાને ઘમરોળતા મેઘરાજાએ પોરબંદરના નાગરિકોને વિષમ સ્થિતિમાં મૂકી દીધા છે .ત્યારે પોતાના સંસદીય મત વિસ્તારની મુલાકાતે પહોચી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સ્થિતિનો તાગ મેળવ્યો સાથે જ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી અને અતિભારે વરસાદના કારણે પોરબંદરમાં થયેલી નુકસાની પર ચર્ચાઓ કરી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે વરસાદના પગલે પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના વાહન અને ઘરવખરી પુરી રીતે નષ્ટ થઈ ગયા છે અને પોરબંદરમાં છેલ્લા 48 કલાકમાં 30 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.
હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં પોરબંદર, દ્વારકા,વલસાડ,નવસારી જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે.
Taboola Feed