વાંકાનેરના મહિકા ગામમાં સર્પ દંશથી માતા-પુત્રીના મોતથી શોકનો માહોલ

મોરબીઃ ચોમાસામાં અવાર નવાર સર્પદંશની ઘટના સામે આવતી હોય છે. મોરબીના વાંકાનેરમાં પણ આવી જ ઘટના બની હતી. ઘરમાં સૂતેલા માતા-પુત્રીના સર્પદંશથી મોત થયા હતા. ઘટનાના પગલે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, વાંકાનેરના નવા મહિકા ગામમાં ધાર વિસ્તાર પાસે રહેતા કાજલબહેન ઘોઘાભાઈ સોઢા (ઉં.વ.35) અને તેમનો પુત્ર કિશન સોઢા (ઉં.વ.10) પોતાના ઘરમાં બપોરના સમયે આરામ કરી રહ્યા હતા, આ દરમિયાન ઝેરી સાપ બંને માતા-પુત્રને કરડ્યો હતો. આ પછી બંનેને તરત જ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. મોતના પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો.