મોરબી

મોરબીમાં પોતાના જ ફ્લેટમાં પરિવારના સામૂહિક આપઘાતથી ચકચાર

મોરબી: ગુજરાતના મોરબીમાં એક સામુહિક આપઘાતના બનાવે ભારે ચકચાર મચાવી છે. શહેરના વસંત પ્લોટમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા એક દંપતીએ અને તેના 19 વર્ષીય દીકરાએ તેમના જ ઘરે ફ્લેટમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. ત્રણે મૃતદેહો અલગ અલગ રૂમમાંથી મળી આવ્યા છે. બનાવની વિગતો મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને મૃતદેહોને પોસ્ટ માર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર, તેની પત્ની વર્ષાબેન હરેશભાઈ કાનાબાર અને પુત્ર હર્ષ હરેશભાઈ કાનાબારના મૃતદેહ રવાપર રોડ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ચોથા માળે સ્થિત ફ્લેટના અલગ-અલગ રૂમની છત સાથે લટકતા મળી આવ્યા હતા. જ્યારે સવારે ફ્લેટના બેડ રૂમ, લિવિંગ રૂમ અને કિચનમાં મૃતદેહને જોયા બાદ મૃતકના ભાઈએ બનાવની પોલીસને જાણ કરી હતી. હરેશભાઈ કાનાબારના દરવાજાની ચાવી દરવાજામાં લટકતી હતી અને દરવાજો ખોલીને જોતાં ત્યાં ઘરની અંદર ત્રણેય વ્યક્તિઓએ આપઘાત કરેલો હતો.

આ પણ વાંચો ; ભ્રષ્ટાચાર મામલે કૉંગ્રેસે ફરી કર્યા પ્રહારોઃ મુખ્ય પ્રધાન સમક્ષ કરી આ માગણી

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ અને જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાને દોડી ગયા હતા. મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે હરેશ કાનાબાર વેપારી છે અને શહેરમાં હાર્ડવેરની દુકાન ધરાવે છે. પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોવાનું જણાય છે. જો કે અમે અન્ય શક્યતાઓને નકારી રહ્યા નથી. દરેક સંભવિત એંગલથી આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે.

મૃતકોના ઘરની અંદરથી મળી આવેલી સુસાઇડમાં હરેશભાઈ કાનાબારની નીચે સહી કરેલી છે અને તેમાં કહ્યું છે કે “તે જીવનથી કંટાળી ગયા છે અને તેમના પરિવારે ભરેલા આ પગલા માટે કોઈ દોષિત નથી અને કોઈએ રડવું નહીં” જોકે આ સુસાઇડ નોટ હરેશભાઈ લખી છે કે કેમ તે તપાસનો વિષય છે. સ્થળ ઉપર એકત્રિત થયેલા લોકો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આર્થિક મૂંઝવણના કારણે હરેશભાઈ કાનાબાર અને તેના પરિવારે આ પગલું ભર્યું હોય તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button