મોરબી

મોરબીમાં ઓનલાઈન જુગારની લતે ચડેલા યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો…

મોરબીઃ યુવાવર્ગ ઓનલાઈન ગેમિંગના રવાડે ચડીને જીવન બરબાદ કરી રહ્યું છે. ઓનલાઈન ગેમિંગ સાથે ઓનલાઈન જુગારની પણ લત યુવાનોને ગળે વળગી છે. ઓનલાઈન જુગારની લતમાં ઘણા યુવાનોએ જીવ ગુમાવ્યો છે અને તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. વાંકાનેરમાં ઓનલાઈન જુગારની લતે ચડેલા યુવાને ઝેરી દવા પીતાં સારવારમાં મૃત્યુ થયું હતું.

Also read : બેટી પઢાઓ કૈસે?: આણંદમાં સ્કૂલની ફી નહીં ભરનારી દીકરીને ક્લાસરુમની બહાર બેસાડી, બાપ મૂઝવણમાં…

શું છે મામલો

મોરબીના વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક મોટો સિરામિકમાં રહેતા પ્રિન્સસિંહ તિલકસિંહ (ઉ.૧૯) લૂડોમાં ઓનલાઈન જુગાર રમતો હતો. તેમાં ૪૦,૦૦૦ જેટલી રકમ હારી જતા ટેન્શનમાં આવી ગયો હતો. જેને લઈ ૨૨ જાન્યુઆરીના રોજ ઢુવા ચોકડી પર ઓવરબ્રિજ નીચે ઝેરી દવા પી લેતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસે હાલમાં મોબાઈલ ફોન જપ્ત કરીને કાર્યવાહી કરી છે અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે. પોલીસે ફોનમાં તમામ ડેટા લીધો છે અને તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યો છે.

Also read : ખ્યાતિ કાંડઃ આઠ આરોપી સામેની ટ્રાયલનો માર્ગ થયો મોકળો, કાર્તિક પટેલ ચાર્જશીટ કરવામાં લાગશે વાર…

ઉલ્લેખનીય છે કે ઓનલાઈન ગેમ રમવાનો ક્રેઈઝ આજકાલ વધી ગયો છે,અને ટૂંકા ગાળામાં વધુ રૂપિયા કમાવવાની લાલચે લોકો તેમનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરીને ઓનલાઈન જુગાર અને ગેમિંગ દુર રહેવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે છતાં પણ યુવાનોને ઓનલાઈન જુગારના રવાડે ચડી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button