સાસુ જમાઈ સાથે વારંવાર ઝઘડો કરીને આપતી હતી ગાળો, કંટાળીને કર્યું એવું કે વાંચીને ચોંકી જશો | મુંબઈ સમાચાર
મોરબી

સાસુ જમાઈ સાથે વારંવાર ઝઘડો કરીને આપતી હતી ગાળો, કંટાળીને કર્યું એવું કે વાંચીને ચોંકી જશો

મોરબીઃ હળવદ હાઇવે પર આવેલા આંદરણા ગામની સીમમાંથી થોડા દિવસો પહેલાં સળગાવેલી હાલતમાં મળી આવેલી અજાણી મહિલાની લાશનો ભેદ મોરબી પોલીસે ઉકેલી નાખ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મૃતક મહિલાની હત્યા અન્ય કોઈએ નહીં, પણ તેના જ જમાઈએ બે મિત્રોની મદદથી કરી હતી.

શું છે મામલો

ગત 13 તારીખે આંદરણા ગામની સીમમાંથી 45થી 50 વર્ષની અજાણી મહિલાની સળગેલી લાશ મળી આવી હતી. પ્રાથમિક દૃષ્ટિએ હત્યા કરીને પુરાવા નાશ કરવાનો પ્રયાસ થયાનું લાગતાં, મોરબી એલસીબી ટીમે ટેક્નિકલ સોર્સિસનો ઉપયોગ કરીને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને બાઇક નંબર સાથે સંડોવાયેલા શખસ વિશે માહિતી મળી હતી. પોલીસે શંકાસ્પદ વ્યક્તિ રોકીને પૂછપરછ કરતાં હત્યાનો ભયાનક ભેદ ઉકેલાયો હતો.

આ પણ વાંચો: પૈસા માટે લોહીના સંબંધો લજવાયા! મામાએ ભાણેજની હત્યા કરી લાશના ૬ ટુકડા કરી ખાડીમાં ફેંકી દીધા

સાસુ વારંવાર ઝઘડો કરીને ગાળો આપતી હતી

પોલીસ તપાસમાં આરોપીએ કબૂલાત કરી કે, તે પીપળી ગામ પાસેની શિવ પાર્ક સોસાયટીમાં તેની પત્ની, બે પુત્ર અને સાસુ સાથે રહેતો હતો. તેની સાસુ નાની નાની વાતોમાં તેની પત્ની અને બાળકો સાથે વારંવાર ઝઘડો કરતાં અને અપશબ્દો બોલતાં હતાં. સાસુના આ સ્વભાવથી કંટાળી જઈને તેણે પોતાના મિત્રો સાથે મળીને સાસુની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

આ રીતે આપ્યો હત્યાને અંજામ

સાસુ ઘરમાં સૂતાં હતાં ત્યારે તે અને તેના મિત્ર ત્યાં આવ્યા હતા. તેણે તેની સાસુના પગ પકડી રાખ્યા હતા. જ્યારે એક મિત્રએ મોઢું દબાવી દીધું હતું અને બીજા ના મિત્રએ ગળેટૂંપો આપીને તેમની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ, ત્રણેય આરોપીઓએ લાશને કોથળામાં મૂકી દીધી હતી. લાશ ભરેલો કોથળો બાઇક પર મૂકીને આંદરણા ગામ પાસેની અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતક મહિલાના શરીર પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરીને ગુનામાં વપરાયેલી બાઇક તથા મોબાઈલ મળીને રૂ. 55 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button